ખેડુતોને પાક વિમો અપાવવા માટે રાજ્ય સરકાર કંપની પર દબાણ કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેડુતોના અધિકારોને લઈને સરકાર, સંગઠન અને ખેડુત સંઘે એક સાથ કંપનીઓ પર તવાઈ બોલાવી છે. કિસાન સંઘે જ્યાં પેપ્સી કંપનીના બટાકાના સંશોધિત બીજ પરની મોનોપોલીને ઠુકરાવી દીધી છે ત્યાં જ મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું છે કે પાક વીમા માટે તેઓ કંપની પર દબાણ કરશે.  

ભારતીય ખેડુત સંઘે કહ્યું કે ચિપ્સ બનાવવા માટે ઉપયોગમાં આવનારા બટાકાના બીજ એફસી-5ને લઈને આની શોધ કરનારી કંપની પેપ્સી ગુજરાતના ખેડુતોને કરોડો રુપિયાના વળતરનો ડર બતાવી ચિપ્સ માટે ખાસ પ્રકારના એફસી-5 બટાકાના ઉત્પાદન, વેચાણને ગેરકાયદેસર બતાવી રહી છે. કંપનીના આ વ્યવહારથી ખેડુતો ભયભિત છે.

ભારતીય ખેડુત સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા અને બીજ અધિકાર મંચના કપિલ શાહ સહિતના વ્યક્તિઓએ કહ્યું કે પેપ્સી કંપની ખેડુતોને કોઈપણ પ્રકારે રોકી ન શકે. પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ અધિનિયમ 2001 અંતર્ગત ખેડુત કોઈપણ પ્રકારના બીજ વાવવા, પાક લેવા અને ક્યાંય પણ નિર્યાત કરવાનો અધિકાર રાખે છે.

તો ખેડુત કોંગ્રેસ સેલ પ્રમુખ પાલ અંબાલિયાનું કહેવું છે કે ખેડુતોનો પાક કમોસમી વરસાદના કારણે નષ્ટ થઈ ગયો છે, પરંતુ સરકાર આ ખેડુતોને કોઈપણ લાભ આપવાની તૈયારીમાં નથી.

સરકારે ખેડુતોના બગડેલા પાક માટે 3795 કરોડ રુપિયાના પેકેજની જાહેરાત કરી દીધી છે. જામનગરના સાંસદ પૂનમ માડમે પણ સૌરાષ્ટ્રના ખેડુતોના પાક વિમાની માંગોને પૂરી કરવા અવાજ ઉઠાવ્યો હતો. માડમે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો અને બાદમાં પત્રકારોને જણાવ્યું કે પ્રીમિયમના પૈસા લઈને પણ વીમા કંપની પાક વીમો ચૂકવી રહી નથી.

ત્યારે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું છે કે કંપની પર દબાણ બનાવીને જલ્દી જ ખેડુતોને તેમનો હક્ક અપાવીશું. રાજ્ય સરકારે ગત મહિને કમોસમી વરસાદને લઈને ખરાબ થયેલા પાક માટે રાજ્યના 56 લાખ ખેડુતો માટે 3795 કરોડનું પેકેજ અલગથી જાહેર કર્યું હતું. આના માટે 31 ડિસેમ્બર સુધી ખેડુતો ઓનલાઈન અરજી કરી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]