ગુજરાત આવશે મનમોહન સિંહઃ જીએસટી અને નોટબંધી મુદ્દે નિશાન સાધશે

અમદાવાદઃ ગુજરાત અને હિમાચલમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રસ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓને લઈને ચૂંટણીપ્રચાર પર કામ કરી રહી છે. આ રણનીતિ અંતર્ગત ગુજરાતમાં ચૂંટણી રેલીઓમાં કોંગ્રેસ દર વખતે આ પ્રકારના મુદ્દાઓ પર પ્રચાર કરી રહી છે. તો સાથે જ જીએસટી અને નોટબંધીને મોટું નુકસાન ગણાવીને કોંગ્રેસ ચર્ચા માટે પૂર્વ નાણાંપ્રધાનોને પણ નિમંત્રણ મોકલી રહી છે. પી. ચિદમ્બરમ, યશવંત સિંહા પછી હવે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ગુજરાતના એક દિવસ પ્રવાસ પર આવવાના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ગુજરાતમાં એક દિવસનો ચૂંટણી પ્રચાર કરશે. નોટબંધી અને જીએસટીની ખામીઓ પર પણ લોકો સાથે ચર્ચા કરશે. મનમોહનસિંહ આવતીકાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. તેઓ પહેલાં પણ આ મુદ્દાઓ પર સરકારનો વિરોધ કરી ચૂક્યાં છે.