ગુજરાત કોરોના Update: રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનની વિગતો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને 17 મે સુધી લંબાવાવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ અમદાવાદની સ્થિતિ ગંભીર છે. આજે રાજ્યમાં કુલ 26 જેટલા નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ રેડ ઝોનમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે.ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

રાજ્યના 5 જિલ્લાઓને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં જે  નિયમો લાગુ પડે છે તે નીચે પ્રમાણે છે.

રાજ્ય સરકાર દ્વારા રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોન માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

                              રેડ ઝોનના  નિયમો

 • માસ્ક પહેરવા, સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવાનું ફરજિયાત
 • રેડઝોનમાં લોકડાઉનના નિયમનો સંપૂર્ણ અમલ
 • માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે દુકાન ખુલ્લી રહેશે
 • કોઈ પણ વ્યકિતની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
 • ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ
 • ઘરની બહાર અને ધાબા પર પણ બેસી ન શકાય
 • કોઈ પણ ઉદ્યોગ કે ફેકટરી શરૂ ના થઈ શકે
 • કોઈ પબ્લિક સંસ્થાઓ ના ખુલી શકે
 • હેર કટિંગ સલુન, ગુટખા- પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ
 • મોલ-મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
 • નાના-મોટા માર્કેટ પણ ના ખોલી શકાય
 • જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ
 • તંત્રની મંજૂરીથી ક્લિનીક- દવાખાનાઓ શરૂ થઈ શકે

 

                          ઓરેન્જ ઝોનના નિયમો

 • માસ્ક પહેરવા, સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવાનું ફરજિયાત
 • આ ઝોનમાં પ્રશાસનની મંજૂરી જરૂરી
 • જીવનજરૂરિયાત ચીજવસ્તુ વેચી શકાય
 • શાકભાજી- અનાજના વાહનોની હેરફેર કરી શકાય
 • મજૂરોથી ચાલતી ફેક્ટરીઓ શરૂ કરી શકાય
 • ટુ-વ્હીલર માત્ર એક સવારી બેસી શકે
 • ફોર-વ્હીલરમાં માત્ર 2 જણ બેસી શકે
 • મોલ- મલ્ટીપ્લેક્સ પર સંપૂર્ણ પ્રતિબંધ
 • મોબાઈલ રિચાર્જ શોપ, ફ્લોર ફેક્ટરીઓ શરૂ થઈ શકે
 • આઈટી ઈન્ડન્સ્ટ્રીઝ તંત્રની મંજૂરીથી ચાલી શકે
 • દવા બનાવતી ફેક્ટરીઓ ચાલુ રહી શકે છે
 • દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત
 • સેનિટાઈઝરની સુવિધા ફરજીયાત
 • હેર કટિંગ સલુન ખોલવા તંત્રની મંજૂરી જરૂરી
 • જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ
 • ક્લિનીક- દવાખાનાઓ શરૂ થઈ શકે છે
 • પ્રશાસનની મંજૂરીથી પબ્લિક વાહનો શરૂ થઈ શકે છે

 

                                     

                       ગ્રીન ઝોનના નિયમો

 • લોકોએ માસ્કનો ઉપયોગ કરવો ફરજિયાત
 • સેનિટાઈઝર, સાબુથી હાથ ધોવાનું ફરજિયાત
 • ગ્રીન ઝોનમાં પણ તંત્રની મંજૂરી જરૂરી
 • અનાજ-માલ સામાનની ટ્રકો ફરી શકે
 • ઉદ્યોગો –ફેકટરીઓ શરૂ કરી શકાય છે
 • દવા- ઈલેકટ્રીસિટી કંપનીઓ ચાલુ રહી શકે છે
 • ખેત-પેદાશ- ખેત ઓઝારો વેચી શકાય છે
 • માત્ર નાની દુકાનો ખોલી શકાય છે
 • કામદારો- મજૂરોને લાવવા માટે વાહનોનો ઉપયોગ થઈ શકે છે
 • દરેક વેપારીઓ, ફેરિયાઓ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત
 • સુપર માર્કેટમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત
 • સેનિટાઈઝરની સુવિધા ફરજિયાત
 • હેર કટિંગ સલુન ખોલવા માટે તંત્રની મંજૂરી જરૂરી
 • જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ
 • ક્લિનીક- દવાખાઓ શરૂ થઈ શકે છે
 • પ્રશાસનની મંજૂરીથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનો શરૂ થઈ શકે છે
 • ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા સુધી નવા 326 પોઝિટિવ કેસ નોંધાયા
 • રાજ્યભરમાંથી 22 લોકોનાં મોત 
 • 123 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા
 • અમદાવાદમાં 267, સુરતમાં 26, વડોદરામાં 19, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3, બનાસકાંઠા-બોટાદ-ગાંધીનગર-
 • કચ્છ-પાટણમાં 1 કેસ નોંધાયો
 • અત્યાર સુધી કુલ 236 લોકોના મોત 
 • કુલ 736 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા
 • સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર
 • જામનગરની લેબમાં આજે 62 રિપોર્ટ નેગેટિવ
 • જામનગર જિલ્લાના 20 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ
 • જામનગર જિલ્લો હજી પણ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓરેન્જ ઝોનમાં જ
 • પોરબંદરના 37 અને દ્વારકાના પણ 5 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]