કોંગ્રેસની બંને સ્તરની નેતાગીરી લાગી ગઈ ઉમેદવાર પસંદગીમાં..જાણવા મળે છે કે…

અમદાવાદ: કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા દિલ્હીમાં કોંગ્રેસે કેલેન્ડર તૈયાર કર્યુ. જેને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરાઈ છે.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત બે તબક્કામાં કરાશે, ગુજરાતના નેતાઓએ દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચૂંટણી અને સંગઠનના મુદ્દે ચર્ચા કરી આગામી એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ નવી દિલ્હી જઇ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે  મિટિંગ કરી હતી. જેમાં લોકસભાની ચૂંટણીને લઈને વિચાર વિમર્શ કરાયો હતો.

આ બેઠકમાં એવું નક્કી થયું છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બે તબક્કામાં કરાશે એટલું જ નહીં. જે ઉમેદવારની પસંદગી થઈ હશે તેવા ઉમેદવારોને ટિકિટ ફાળવણી અંગેની જાણ ખાનગીમાં અગાઉથી કરી દેવા છે. દર વખતની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસમાં જબરજસ્ત કકળાટ થતો હોય છે. જેને કારણે જે બેઠક પર જીતવાની શક્યતા હોય એવી બેઠકને પણ કોંગ્રેસ ગુમાવતી હોય છે. કારણ કે જેને ટિકિટ નથી મળી તેવા અસંતુષ્ટો જ પોતાના પક્ષના ઉમેદવારને હરાવવા માટેની તમામ કાર્યવાહી કરતા હોય છે.

આજે બપોરે અમદાવાદના કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ નેતાઓની એક બેઠક મળી હતી જેમાં સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા હાલના તબક્કે એવી સ્થિતિ દેખાઈ રહી છે કે કોંગ્રેસના આગેવાનો ના અસંતોષને ડામવામાં તેમજ તેઓ બળવો ન કરે તે માટેની સમજાવટ કરવામાં હાઈ કમાન્ડ સફળ રહ્યું છે આગામી દિવસોમાં કોંગ્રેસના નારાજ અને અસંતુષ્ટ નેતાઓએ એવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ બનશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ આ તમામ નેતાઓને સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમારે બધાએ શિસ્ત માં રહેવું પડશે. હાઇ કમાન્ડ તમારી કોઈ ખોટી માગણીઓને તાબે થશે નહીં. એટલું જ નહીં ગુજરાતના યુવા નેતાઓને સ્વીકારીને લોકસભાની ચૂંટણી જીતવા માટે સાથે રહીને કામ કરવાનું રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]