કોંગ્રેસ આક્રમક મૂડમાં: MLA બારડ મુદ્દે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા

ગાંધીનગર- તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતાં. કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ઉગ્રે દેખાવો શરૂ કર્યા છે. અહીં પરેશ ધાનાણીએ જણાવ્યું કે સરકારના દબાણથી ભગવાન બારડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રજૂઆત છતાં રાજ્યપાલ તરફથી કોઇ જવાબ મળ્યો નથી. વિધાનસભાના અધ્યક્ષના હાથ બંધાયેલા છે. સસ્પેન્શન મુદ્દે ફરી વિચાર કરવા વિધાનસભાના અધ્યક્ષ તૈયાર નથી.

છેલ્લા કેટલાક દિવસથી ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ હવે આક્રમક મૂડમાં આવ્યા છે. આજે તેઓએ વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા અને રામધૂન બોલાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]