ભાજપે ૨૬ બેઠકોની સમીક્ષા પૂર્ણ કરી, પેનલમાં આ નામોની સંભાવના…

ગાંધીનગર– રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કામગીરી પૂર્ણ થઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મંગળવારે બાકી રહેલ રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢ એમ ચાર લોકસભા બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કામગીરી પૂર્ણ થઇ હતી.ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર કમળ ખીલવવા માટે ભાજપના લાખો કાર્યકરો કટિબદ્ધ છે.વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા જે તે લોકસભા બેઠક પર જે કોઇ નામની પસંદગી કરવામાં આવશે તેને વિજયી બનાવવા માટે ભાજપાના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, શુભેચ્છકો સૌ કોઇ કૃતનિશ્ચયી છે. સૌ કોઇનો એક જ સૂર છે કે દેશના વિકાસ માટે, દેશની શાંતિ, સલામતિ અને સુરક્ષા માટે નરેન્દ્રભાઇ મોદીને ફરીથી દિલ્હીની ગાદી પર બેસાડવા. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અત્યારથી જ આ લોકસભાની ચૂંટણી હારી ગઇ હોય તેમ ચૂંટણીના મેદાનમાં ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસના કાર્યકર્તાઓને પોતાના નેતા પર જ ભરોસો નથી ત્યારે ગુજરાતની જનતા કોંગ્રેસ પર ભરોસો કઇ રીતે કરી શકે ? કોંગ્રેસ પાસે નથી નેતા, નથી નેતૃત્વ કે નથી નીતિ, ત્યારે નેતૃત્વવિહિન અને દિશાવિહિન કોંગ્રેસ અત્યારથી જ ગુજરાતમાં ચૂંટણી મેદાન છોડી ચૂકી છે.ત્રણ દિવસીય ગુજરાત ભાજપાની પ્રદેશ સંસદીય દળની બેઠકમાં ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થાનિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને શુભેચ્છકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી, તે રજૂઆતોને ધ્યાનમાં લઇને લોકસભાદીઠ સંભવિત ઉમેદવારોની યાદી બનાવવામાં આવી હતી.

આધારભૂત સૂત્રોથી મળતી માહિતી મુજબ પેનલમાં આ નામ હોવાની સંભાવનાઓ….

1. વડોદરા
રંજન ભટ્ટ વર્તમાન સાંસદ
જ્યોતિબહેન પંડ્યા (મહિલા મોરચા પ્રમુખ)
ભાર્ગવ ભટ્ટ (ઉપાધ્યક્ષ)
શબ્દશરણ ભટ્ટ (મહામંત્રી)2. ભરૂચ
મનસુખ વસાવા વર્તમાન સાંસદ
ઘનશ્યામ પટેલ સહકારી આગેવાન
દર્શના દેશમુખ
ભરતસિંહ પરમાર

3. વલસાડ
કે.સી.પટેલ વર્તમાન સાંસદ
ડી.સી.પટેલ
રમણ પાટકર
અરવિંદ પટેલ
મહેન્દ્ર ચૌધરી

4. નવસારી
સી.આર.પાટીલ વર્તમાન સાંસદ

5. બારડોલી
પ્રભુ વસાવા
રીતેશ વસાવા
કુંવરજી હડપદી
મોહન ડોડીયા

6.સૂરત
દર્શના જરદોશ
નીતિન ભજીયાવાલા
પૂર્વ મેયર અજય ચોકસી
દર્શિની કોઠીયા

7. દાહોદ
જશવંતસિંહ ભાભોર વર્તમાન સાંસદ

8. ખેડા
દેવુસિંહ ચૌહાણ વર્તમાન સાંસદ
અર્જુન ચૌહાણ

9. આણંદ
દિલીપ પટેલ વર્તમાન સાંસદ
રોહિત પટેલ (પૂર્વ ઉદ્યોગ મંત્રી)
દીપક સાથી (પૂર્વ સાંસદ, પૂર્વ જિલ્લા પ્રમુખ)

10.છોટા ઉદેપુર
રામસિંહ રાઠવા વર્તમાન સાંસદ
જયંતી રાઠવા (પૂર્વ mla, સંસદીય સચિવ)
જશુભાઈ રાઠવા (જિલ્લા પ્રમુખ)
ગીતાબહેન રાઠવા (જિલ્લા પચાયત સદસ્ય)

11. પંચમહાલ
પ્રભાતસિંહ ચૌહાણ વર્તમાન સાંસદ
સી.કે.રાઉલજી mla
તુષાર મહારાઉલ (પૂર્વ mla)
નિમિષાબહેન સુથાર (પૂર્વ mla)

12.મહેસાણા :- જયશ્રીબહેન પટેલ
ઋત્વિજ પટેલ યુવા મોર્ચા પ્રમુખ
રજની પટેલ પૂર્વ મંત્રી
સી.કે.પટેલ
કે.સી.પટેલ

13.પાટણ :- લીલાધર વાધેલા
નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ)
ભરતસિંહ ડાભી (mla)
ભાવસિંહ રાઠોડ (પૂર્વ mla)
જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો)

14.. બનાસકાંઠા :- હરિભાઈ ચૌધરી
પરથીભાઈ ભટોળ
શંકર ચૌધરી
પ્રવીણ કોટક
લીલાધર વાઘેલા

15.સાબરકાંઠા :- દીપસિંહ રાઠોડ
દીપસિંહ રાઠોડ વર્તમાન સાંસદ

ડો મહેન્દ્રસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ

જયસિંહ ચૌહાણ પૂર્વ શિક્ષણપ્રધાન

ભીખુસિંહ પરમાર મોડાસા વિધાનસભા ઇન્ચાર્જ

16. જામનગર :- પૂનમ માડમ
રીવાબા જાડેજા
રાઘવજી પટેલ (હાર્દિક પટેલને કોંગ્રેસ આ સીટ પરથી લડાવે તો)

17.અમરેલી :- નારણ કાછડીયા
ડો.ભરત કાનાબાર, પૂર્વ જિલ્લા પ્રમુખ
હીરેનભાઇ હીરપરા, જિલ્લા પ્રમુખ

18. ભાવનગર :- ભારતીબહેન શિયાળ
રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ સાંસદ
હીરાભાઇ સોલંકી, પૂર્વ સંસદીય સચિવ
મહેન્દ્રસિંહ સરવૈયા, જિલ્લા પ્રમુખ

19.સુરેન્દ્રનગર :-

દેવજી ફતેપરા
શંકર વેગડ
રોહિત ભામાશા
મહેન્દ્ર મુંજપરા

20..ગાંધીનગર :-

એલ.કે.અડવાણી
અમિત શાહ

21 અમદાવાદ પૂર્વ :-

પરેશ રાવલ
હરીન પાઠક
મનોજ જોશી
ભૂષણ ભટ્ટ
સી.કે.પટેલ

22. અમદાવાદ પશ્ચિમ :-

કિરીટ સોલંકી
રમણલાલ વોરા
આત્મારામ પરમાર
દર્શના વાધેલા

23.રાજકોટ :-

મોહન કુંડારીઆ
ધનસુખ ભંડેરી
ભરત બોઘરા
પરેશ ગજેરા

24.કચ્છ :-

વિનોદ ચાવડા
નરેશ મહેશ્વરી (જિલ્લા પંચાયત સદસ્ય)

25.પોરબંદર :-

વિઠ્ઠલ રાદડિયા
લલિત રાદડિયા વિઠ્ઠલભાઈનો પુત્ર
મનસુખ ખાચરિયા (2009 લોકસભા)
જશુમતી કોરાટ
ભરત બોધરા

26.જૂનાગઢ :-

રાજેશ ચૂડાસમા
જી.પી.કાઠી (શૈક્ષણિક ક્ષેત્ર)
ભગવાન કરગઠીયા (કોળી આગેવાન)
જ્યોતિબહેન વાછાની (પૂર્વ મેયર)

 

આગામી દિવસોમાં જ્યારે કેન્દ્રીય સંસદીય દળની બેઠક મળશે ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની તૈયાર કરેલ યાદી કેન્દ્રીય સંસદીય દળ સમક્ષ રજૂ કરશે તેમ વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું.