આદેશઃ તમામ શાળાઓ-શિક્ષકોની નોંધણી ઉપરાંત કયો વિષય અને કેટલું ભણાવે તે પણ નોંધવું પડશે

ગાંધીનગર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓની નોંધણી ફરજિયાત કરવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો છે. જેમાં કામ કરતા શિક્ષકો કયો વિષય લે છે અને કેટલું ભણાવે છે તે પણ નોંધવું પડશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિક્ષાના આવેદનપત્રો ભરતા પહેલા તમામ શાળાઓને આ આદેશ કરવામાં આવ્યો છે.

જે શાળાઓ જૂની છે તેઓએ પોતાની માહિતી અપડેટ કરવા માટે નોંધણી કરાવવાની રહેશે જ્યારે જે શાળાઓ નવી છે તેઓએ પુનઃ નોંધણી online કરવી પડશે જેમાં શાળાએ ઇમેલ એડ્રેસ પણ આપવું પડશે જેના પર બોર્ડ દ્વારા પાસવર્ડ મોકલી આપવામાં આવશે

શાળાના સરનામામાં કોઈ ફેરફાર થયો હોય તો તેની પણ જાણ કરવી પડશે આ ઉપરાંત શાળાઓએ વિદ્યાર્થીઓની સંખ્યા પણ અચૂક બતાવવાનો આદેશ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]