આજથી બજેટ સત્ર શરુ, શરુઆતે જ કોંગ્રેસના હોબાળાથી કાર્યવાહી અટકાવવી પડી

ગાંધીનગર– આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે. રીનોવેશન પામેલી નવી વિધાનસભામાં પ્રથમ દિવસથી જ વિપક્ષ કોંગ્રેસના આકરા તેવર જોવા મળ્યાં હતાં. વિધાનસત્રના પ્રારંભ સાથે ગવર્નર ઓ પી કોહલી દ્વારા ઇંગ્લિશમાં સંબોધન કરવામાં આવતાં વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી સહિત વિપક્ષના સભ્યોએ ભારે કાગારોળ મચાવી દીધી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે મુખ્યપ્રધાન વિજય રુપાણીને પણ ભીંસમાં લેતા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રાજીનામાંની માગણી કરી હતી.. કોંગ્રેસ મચાવેલી ધમાલના કારણ ગવર્નર કોહલીએ મિનિટની અંદર જ પોતાનું ભાષણ ટૂંકાવી દીધું હતુ.

આવતીકાલે 20 તારીખે નાણાંપ્રધાન રાજ્યનું બજેટ રજૂ કરશે. 2019માં આવી રહેલી લોકસભા ચૂંટણીઓને લઇને રાજ્ય સરકાર માટે આ બજેટ મહત્ત્વનું સાબિત થશે. લોકસભામાં ગત ચૂંટણીમાં ભાજપે બઝી જ 26 બેઠક જીતેલી છે તેને જાળવી રાખવાનો મહાપડકાર ઝીલવા રાજ્ય સરકાર જનતાને રીઝવવાની કોશિશ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.

પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવી વિવિધ મુદ્દે ભારે સૂત્રોચ્ચાર પોકાર્યાં હતાં. જેમાં પાણી વદરના રુપાણી રાજુનામું આપો, દલિતોને ન્યાય આપો, ખેડૂતોને પાણી આપો જેવા સૂત્રો પોકાર્યાં હતાં. સકક હોબાળાના પગલે ગૃની કાર્યવાહી અડધો કલાક માટે સ્થગિત કરવામાં આવી હતી.

14 વિધાનસભાના મહત્ત્વપૂર્ણ એવા બજેટ સત્રને લઇને પ્રથમ દિવસે વિધાનસભામાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ રુપાણી, નાયબ સીએમ નિતીન પટેલ અને પ્રધાનમડળના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિધાનસભાના રીનોવેશન થયાં પછીના આકર્ષક લૂકને જોવામાં રાજ્યના મત્સ્યપ્રધાન પરસોતમ સોલંકી ગૃહની શોભા નિહાળવામાં ધ્યાનમગ્ન થતાં ગબડી પડ્યાં હતાં, પહેલાં જ દિવસે સોલંકીને ગબડી પડતાં જોઇ સાર્જન્ટ ધસી આવ્યાં હતાં અને તેમને ઊભાં કરીને બેસાડ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]