લોકસભા ચૂંટણી માટે આ 7 ઉમેદવારીપત્ર ભરાયાં, વિધાનસભા માટે…

ગાંધીનગર- લોકસભા ચૂંટણી પ્રક્રિયા હવે મુખ્ય તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. જેમાં ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા માટે ઉમેદવારીપત્ર ભરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આજે બીજા દિવસે કુલ 7 ઉમેદવારીપત્ર ભરાયાં હોવાનું ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજ્યની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય, ૮૫-માણાવદર તથા ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ છે.

૨૯/૦૩/૨૦૧૯ ના રોજ આ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં…
૧ મહેન્દ્રભાઈ કાળુભાઈ મૂંજપરા
ભારતીય જનતા પાર્ટી
૦૯-સુરેન્દ્રનગર

૨ શંકરભાઈ નાનુભાઈ કોળી
ભારતીય જનતા પાર્ટી
૦૯-સુરેન્દ્રનગર

૩ જાડેજા ભાવનાબા અક્ષયસિંહ
અપક્ષ
૧૨-જામનગર

૪ જસવંતસિંહ સુમનભાઈ ભાભોર
ભારતીય જનતા પાર્ટી
૧૯-દાહોદ (અ.જ.જા.)

૫ શંકરભાઈ દીપાભાઈ આમલીયાર
ભારતીય જનતા પાર્ટી
૧૯-દાહોદ (અ.જ.જા.)

૬ રંજનબહેન ધનંજય ભટ્ટ
ભારતીય જનતા પાર્ટી
૨૦-વડોદરા

૭ ધામેલીયા પીયૂષકુમાર વલ્લભભાઈ
રીયલ ડેમોક્રેસી પાર્ટી
૨૪-સૂરત

 

તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ કોઈ પણ ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યાં ન હતાં. જ્યારે આજે તા ૨૯/૦૩/૨૦૧૯ના રોજ ૭ ઉમેદવારો તરફથી રજૂ થયેલ ઉમેદવારી પત્રો મળીને કુલ:૭ (સાત) ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે.

આજે પણ પેટાચૂંટણી ધરાવતા ઉક્ત પાંચ વિધાનસભા મતવિભાગો માટે એકપણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી. ઉમેદવારી પત્રો તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી રજૂ કરી શકાશે.

કોંગ્રેસે આજે એકપણ ફોર્મ ભર્યું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]