ચૂંટણીને લઈને ચારેકોર સુરક્ષાનો ઘેરો, પકડાયું 500 કરોડનું હેરોઈન

અમદાવાદ- લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૬૭૭ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૧,૯૦,૭૪૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.

ગત ૨૭-૦૩-૨૦૧૯ના રોજ બાતમીને આધારે ATS, ઈન્ડિયન  કોસ્ટ ગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા Joint Operation હાથ ધરીને રૂ.૫૦૦ કરોડની કિમતનું અંદાજે ૧૦૦ કિલો જેટલું Contraband Heroin જપ્ત કરવામાં આવેલ હતું. જે અંગે કેસ નોંધીને ૯ Crew Members ની ધરપકડ કરીને વિગતવાર તપાસ હાથ ધરેલ છે. DG, ATS, Ahmedabad આ અંગેની તપાસ સંભાળી રહેલ છે.

ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્ગારા  કુલ રૂ. ૬.૬૭ કરોડનો ૨.૪૨ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે.  ૦૧-૦૪-૨૦૧૯ સુધીમાં કુલ રૂ. ૩.૩૭ કરોડ રોકડ જપ્ત કરવામાં આવેલ છે. જે પૈકી આવકવેરા વિભાગે

રૂ.૩.૨૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ.૯.૦૦ લાખની રોકડ જપ્ત કરેલ છે. જેમા રૂ. ૪૪.૭૦ લાખ સુરત, રૂ. ૯૩.૯૧ લાખ વલસાડ અને રૂ. ૧૬૩.૩૪ લાખ અમદાવાદમાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.

આચારસંહિતા તથા ફરિયાદ નિવારણ

  • આચાર સંહિતા ભંગની કુલ – ૬૮ ફરિયાદો મળેલ છે.
  • રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ – ૯૩,૬૬૭ જાહેર ખબરો ના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે દુર કરવામાં આવેલ છે.
  • આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૪૯૮ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે દુર કરવામાં આવેલ છે.
  • આમ, સમગ્ર રાજ્ય માં કુલ – ૧,૧૨,૧૬૫ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલ છે.
  • cVIGIL માં કુલ – ૪૧૨ ફરિયાદો મળેલ છે. તે પૈકી ૧૦૯ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલ, જ્યારે બાકીની ૩૦૩ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલ છે.