વોડાફોન સાથેના કરાર અંતર્ગત આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ થશે

અમદાવાદ: જીટીયુ ડેટા એનાલિસીસમા લિનક્સ ફંડામેન્ટલ અને આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સના ઈ-કોર્સ શરૂ કરશે. વોડાફોન ફાઉન્ડેશન સાથે થયેલા કરાર અંતર્ગત ફેકલ્ટી ડેવલપમેન્ટ સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.ડૉ. નવીન શેઠે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ બનાવવા આ કરાર કરવામાં આવ્યા છે. એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને કામકાજમાં આવશ્યક કૌશલ્યો વિશે જાણકારી મળી રહે તે માટે વોડાફોન ઈન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી અભ્યાસક્રમમાં સુધારાવધારા કરવાનું નક્કી કર્યું છે. જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ પછી ઈન્ટર્નશીપ અને નોકરી કે ઉદ્યોગ શરૂ કરે ત્યારે તકલીફો ન પડે.

જીટીયુના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ.જે.સી.લિલાણી અને વોડાફોન ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતાં. જીટીયુ ચાંદખેડા કેમ્પસમાં આ કરાર કરવામાં આવ્યાં તે પ્રસંગે વોડાફોન ફાઉન્ડેશનના વડા ડૉ.નિલય રંજન, પ્રોગ્રામ મેનેજરો- રાહત બહલ અને વૈભવ ઓસવાળ ઉપસ્થિત રહ્યા હતા. લર્નિંગ વીથ વોડાફોન કાર્યક્રમ અંતર્ગત આ કરાર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ વિવિધ શિષ્યવૃત્તિ પણ ઑફર કરવામાં આવશે. જીટીયુ હાલમાં સ્માર્ટ સિટીના લગતા 10 ઈ-કોર્સ ચલાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]