સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ ગ્રાન્ડ ચેલેન્જમાં 3 પ્રોજેક્ટોએ જીત્યાં 36 લાખના ઇનામ

અમદાવાદ: ગાંધીનગરમાં ત્રણ દિવસ માટે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ 2018ની ગ્રાન્ડ ચેલેન્જમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પ્રેરિત ત્રણ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઝળક્યા હતા. તે ત્રણેય પ્રોજેક્ટની ટીમોએ કુલ રૂ. 36 લાખના ઇનામો જીત્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમીટ 2018નું ઉદઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાન્ડ ચેલેન્જ વિભાગમાં ઈનોવેટીવ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોનું પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જીટીયુ પ્રેરિત ત્રણ સ્ટાર્ટ અપ 16 પ્રોજેક્ટોની ફાઈનલમાં મેદાન મારી ગયા હતા. તે ઈનોવેટીવ  પ્રોજેક્ટોમાં કૌસ્તુભ મોડના સ્ટાર્ટ અપ મોડ ઈનોવેશન એલએલપી, મનન પટેલ અને અંજીલ જૈનના પ્રોજેક્ટ વિનસ્પાયર એગ્રોટેક તેમજ ધવલ પટેલ અને દિપ લોઢારીના પ્રોજેક્ટ ઑલ ધેટ ડીપ્સનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટો વિશે:
મોડ ઈનોવેશન એલએલપી: આ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટમાં એવું મશીન વિકસાવવામાં આવ્યું છે કે જેના વડે પ્લાસ્ટર કામ, છતનુ વોટર પ્રુફીગ વગેરે કામગીરી આસાન અને ઝડપી બની શકે. તેનાથી કારીગર અને બિલ્ડર બંનેને ફાયદો થાય એવો વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યોમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટોમાં આ મશીનની માંગ વધી છે.
ઑલ ધેટ ડીપ્સ: આ ઈનોવેટીવ પ્રોજેક્ટમાં કુદરતી સંસાધનોમાથી બનાવવામાં આવેલી ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. તેની વાનગીઓમાં મેક્સિકન, અમેરિકન અને અરેબિયન ફૂડનો સમાવેશ થાય છે.
વિનસ્પાયર એગ્રોટેક: આ પ્રોજેક્ટને કૃષિમા ઘણી સફળતા મળી છે. તેમાં ખેતીના પરંપરાગત ઓજારોનું સ્થાન લઈ શકે તેમજ સમય અને નાણાંની બચત થાય એવી વ્યવસ્થા મશીન  વડે કરવામાં આવી છે.
 
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]