અમદાવાદમાં રમાઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, આ વિજેતાઓનો વાગ્યો ડંકો…

અમદાવાદ-યુવાનોમાં ખેલપ્રીતિ હોય એ સામાન્ય છે, એમાં શૈક્ષણિક સંસ્થાનોના નેજા હેઠળ રમતકૌશલ્ય દર્શાવવાની તક મળે એટલે ખેલાડીઓમાં રાજીપો વરતાઈ આવે. અમદાવાદની ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં વિદ્યાર્થીઓનું બેડમિંન્ટન કૌશલ્ય નીખરી આવ્યું હતું.

જીટીયુની ઝોન-1ની કોલેજો વચ્ચે એક બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન ખોખરા સ્પોર્ટ્સ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશીપમાં યુવકયુવતીઓની ટીમ અલગઅલગ હતી, જેમાં 10 ટીમ વિદ્યાર્થીઓની અને 10 ટીમ વિદ્યાર્થિનીઓની હતી. દરેક ટીમમાં 5 સભ્યો હતાં. આ ઉપરાંત વ્યક્તિગત શ્રેણીમાં 11 વિદ્યાર્થીઓ અને 7 વિદ્યાર્થિનીઓ હતાં. કુલ 117 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં ગર્લ્સની ટૂર્નામેન્ટમાં LMCPની ટીમ વિજેતા બની હતી. જેમાં મિતિષા રૂપાણી, સપનાબા જાડેજા, રિદ્ધિ પ્રજાપતિ, અમીષા નહેરુ, ઋતુ ભટ્ટનો સમાવેશ થાય છે અને SALITER કોલેજની ટીમ રનરઅપ બની હતી, જેમાં પ્રિયેશા પટેલ, નેહી પટેલ, જાનવી પટેલ અને જોન્વાહિની કોષ્ટીનો સમાવેશ થાય છે. તથા ગર્લ્સમાં ઇન્ડિવિઝ્યુઅલમાં LJ કોલેજની બે વિદ્યાર્થિનીઓ પૂજા પંજાબી અને રુચા શુક્લા અમુક્રમે વિનર અને ફર્સ્ટ રનરઅપ બન્યાં હતાં.

તો બોય્ઝની ટીમમાં જીઇસી ભાવનગરની ટીમ વિનર બની હતી, જેમાં જય ચીમનાની, શ્યામ કાચા, સાર્થક માંડલીયા, દિગ્વિજય રાણા, નિજેનકુમાર પાડલીયાનો સમાવેશ થાય છે. અને સિલ્વર ઓકની ટીમ રનરઅપ બની હતી, જેમાં ચેરન થિયાંગરાજન, અભિ પટેલ, અક્ષત સુધાર, મીત દેસાઇ અને મૃણાલ શાહનો સમાવેશ થાય છે. તો ઇન્ડિવિઝ્યુઅલમાં LJના ઉવીન સોમૈયા વિનર અને આયુષ શાહ રનરઅપ રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]