સૂરતમાં ટૂંકસમયમાં સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની પોતાની એકેડમી શરુ થશે

ગાંધીનગર : સુૂરત શહેરમાં ટૂંક સમયમાં સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનની પોતાની એકેડમી શરૂ થશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન ટૂંક સમયમાં જ સૂરત ખાતે પોતાની ખુદની એકેડમીનો પ્રારંભ કરશે તેમ શનિવારે એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં આઈએએસ પ્રમુખ વિપુલ મિત્રાએ જાહેરાત કરી હતી.  જીએસટીટીએની એકેડમી માટે અમે તાપી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની પસંદગી કરી લીધી છે. એકેડમી માટે આ આદર્શ સ્તળ છે. આ સ્કૂલ અમને માળખાગત સુવિધાઓ પૂરી પાડશે. અમે અન્ય લોજિસ્ટિક મામલે કાર્ય કરી રહ્યા છીએ અને આ એકેડમી ખૂબ ટૂંકા ગાળામાં જ શરૂ થઈ જશે. ” તેમ મિત્રાએ જણાવ્યું હતું.

આ સાથે જ આગામી સિઝન માટેના કાર્યક્રમની પણ જાહેરાત કરાઈ હતી જેમાં પરંપરાગત રીતે સુરત જ સિઝનની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કરશે. અત્યંત વ્યસ્ત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એસોસિયેશને આ વખતે પાંચને બદલે ચાર સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.  ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા ગુજરાતને નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ફાળવી છે જે આ વખતે ભાવનગરમાં યોજાશે.

દરમિયાન સિનિયર કોચ દેવેશ કારિયા પહેલીથી 19મી મે દરમિયાન તાપી વેલી સ્કૂલ ખાતે એક કેમ્પનું આયોજન કરશે.

2019નું કેલેન્ડર

પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ 2019 સુરત ખાતે 30 મેથી બીજી જૂન

બીજી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ 2019 જામનગર ખાતે 3-7 જુલાઈ

ત્રીજી પ્રથમ સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ 2019 આણંદ ખાતે 1-4 ઓગસ્ટ

ચોથી સ્ટેટ રેન્કિંગ ટીટી ટુર્નામેન્ટ 2019 રાજકોટ ખાતે 4-8 સપ્ટેમ્બર

સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2019 ગાંધીધામ ખાતે 3-6 ઓક્ટોબર

11સ્પોર્ટ્સ સ્ટેટ લેવલ ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપ 2019 વલસાડ ખાતે ઓક્ટોબરમાં

નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ભાવનગર ખાતે 11-17 નવેમ્બર

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]