ગુજરાતની 17 કંપનીઓ પર જીએસટીના દરોડા, 100 કરોડની કરચોરી પકડાઈ

અમદાવાદ: ગુજરાત જીએસટી વિભાગે ગત સપ્તાહે અમદાવાદ, સુરત અને વડોદરામાં 17 કંપનીઓ પર દરોડા પાડ્યા હતાં , જેમાં મોટી સફળતા મળી છે. જીએસટી વિભાગે આ 17 ટ્રાવેલ્સ કંપનીઓમાંથી 100.47 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં આ કંપનીઓ પાસેથી 4 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી આ અંગે કડક કાર્યવાહી કરી રહી છે.

જીએસટી સુત્રોના જણાવ્યા અનુસાર, ટૂર્સ અને ટ્રાવેલિંગ સેક્ટરની કંપનીઓ રજીસ્ટ્રેશન નંબર વગર બિઝનેસ કરી રહી હતી. આ પ્રકારની કંપનીઓ ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલ્યા બાદ પણ જીએસટી કાર્યાલયોમાં જમા કરાવ્યો નહતો. આ કંપનીઓ અન્ય રાજ્યો અથવા બહારના સ્થળોનું એડવાન્સ ટૂર બુકિંગ કરે છે. એડવાન્સ બુકિંગ કરતી વખતે ટૂરના સમયે ટેક્સના દરમાં ફેરફાર થયો હોય તો, સુધારા વાળો દર વસૂલ કરવો જોઈએ. આ કંપનીઓ પાર્ટીઓને પણ ટેક્સ પરત પરત નથી કર્યો. તપાસમાં જાણવા મળ્યું કે, આ કંપનીઓ ટેક્સ વિભાગને પણ ટેક્સની ચૂકવણી નથી કરી.

જીએસટી વિભાગ જ્યાં દરોડા પાડવામાં આવ્યા તે 17 કંપનીઓમાંથી એક ક્ષિતિજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેયર્સ પ્રાઈવેટ લિમિટેડમાં હજુ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ કંપનીઓમાં વડોદરામાં મોટાપાયે વિસંગતતા જોવા મળી છે. દરોડા દરમ્યાન હિસાબ-કિતાબના ડોક્યુમેન્ટ, ડિજિટલ ડેટા અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા હવે આના વિશ્લેષણની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક રાજ્યમાં જીએસટી ટેક્સ ચોરીના મામલા સામે આવ્યા છે. આ દરોડાની કાર્યવાહીથી કેટલીક કંપનીઓમાં ભૂકંપ મચી ગયો છે. આ દરોડા બાદ હવે રાજ્યમાં ટેક્સ ચોરીની ઘટનાઓમાં ઘટાડો થવાનું અનુમાન છે.