પરમાત્‍મા સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ અધ્‍યાત્મઃ રાજ્યપાલ

વડતાલઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અને કાર્તિકી સમૈયામાં હાજર રહ્યા હતા. રાજ્યપાલના હસ્તે જ્ઞાનબાગના માધ્મથી “વચનામૃત” ગ્રંથના અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્‍યું છે કે સ્‍વામિનાયરાણ સંપ્રદાય દ્વારા ભારતીય સંસ્‍કૃત્તિની પરંપરાને જીવંત રાખવા સાથે સમગ્ર માનવજાત અને જીવમાત્રના કલ્‍યાણ માટે આધ્‍યાત્‍મિક માર્ગ પર સેવા કાર્યો થઇ રહ્યા છે. રાજ્યપાલે સ્‍વામિનારાયણ સંપ્રદાયનો ઉદભવ ગુજરાતની ધરતી ઉપર થયો હતો, સ્‍વામિનારાયણ સંપ્રદાય આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. તેની પાછળ સંતોની અપાર મહેનત, ત્‍યાગ અને તપસ્‍યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.તેમણે વડતાલધામ ખાતે સ્‍વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક હરિકૃષ્‍ણ મહારાજના દર્શન – અર્ચન કરી ગૌ શાળા ખાતે ગૌ માતાનું પૂજન કર્યુ હતું. રાજ્યપાલે ઉમેર્યુ કે સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પોતાનું સંપૂર્ણ જીવન માનવમાત્રના કલ્‍યાણ માટે સમર્પિત કર્યુ છે. ધર્મ જીવનનું અભિન્‍ન અંગ છે, સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોએ જીવન જીવવાના સંવિધાન તરીકે આજથી ૨૦૦ વર્ષ પહેલા ભગવાન સ્‍વામિનારાયણ દ્વારા લિખિત વચનામૃત ગ્રંથને વેદ-ઉપનિષદ, દર્શનશાસ્‍ત્રો, ગીતા, રામાયણ, મહાભારત જેવા ગ્રંથોના ઉપદેશની વાતો જનમાનસ સુધી સરળ ભાષામાં પહોંચાડવા વચનામૃતની રચના કરી હતી. એ આપણા સૌ માટે સૌભાગ્‍યની વાત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]