ગુજરાતનું નામ રોશન કરનાર સરિતાને 1 કરોડ રુપિયાનો ખેલ પ્રતિભા પુરસ્કાર જાહેર
ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગોલ્ડ મેડલ વિનર સરિતા ગાયકવાડને લઈને અગત્યની જાહેરાત કરી દીધી છે. એશિયન ગેઇમ્સમાં રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધારનારી ડાંગની દીકરી સરિતા ગાયકવાડને ખેલ પ્રતિભા પુરસ્કાર અંર્તગત 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.સીએમે આ જાહેરાત કરતાં જણાવ્યું કે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલ મહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે.
ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેતમજૂર પરિવારની ૨૩ વર્ષિય દીકરી સરિતાએ મેળવેલા ગોલ્ડ મેડલના સમાચાર પછી અનેક અલગ અલગ ઈનામોની જાહેરાત છઈ છે ત્યારે અપેક્ષા પ્રમાણે રાજ્ય સરકાર તરફથી પણ આ જાહેરાત આવી ગઈ છે. સરિતાએ આ તમામ સફળતાનો યશ રાજ્ય સરકારના ખેલ મહાકુંભને આપ્યો છે. સરિતાએ ગુજરાત સ્પોર્ટસ એકેડેમી, નડિયાદ ખાતે કોચ અજીમોન પાસે તાલીમ મેળવી હતી. જે તમામનો સરિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો છે.
PM મોદીએ કર્યું હતું અભિનંદન ટ્વીટ…
સરિતાની કારકિર્દીની હાઈલાઈટ્સ
૨૩ વર્ષની સરિતા ગાયકવાડે મૂળ ‘ખો-ખો’ના પ્લેયર તરીકે કારકિર્દી શરૂ કરી
ખેલ મહાકુંભમાં દોડની રમતમાં વ્યક્તિગત ભાગ લઇ નસીબ અજમાવ્યું
ત્રણ વર્ષના ગાળામાં જ એક પછી એક ટુર્નામેન્ટ જીતતી ગઇ.
રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટર યુનિવર્સિટી એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સૂરત તરફથી ગોલ્ડ મૅડલ જીતીએપ્રિલ, ૨૦૧૭માં અમેરિકાના નાસાઉ (બહામાસ) ખાતેના થોમસ રોબિન્સન સ્ટેડિયમમાં આઇએએએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઇન એથ્લેટિક્સ-૨૦૧૭માં સ્થાન મેળવ્યું
કોઇમ્બતૂરમાં ૪૦૦ મીટર, અને ૪૦૦ મીટર હર્ડલ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને યુનિવર્સિટીને ગૉલ્ડ મેડલ અપાવ્યો હતો.
નેશનલ સ્પોર્ટ્સ એકેડમી, પતિયાલા (પંજાબ)માં વધુ તાલીમ
સરિતાના માતાપિતા
૨૦૧૬માં લખનૌમાં ૫૬મી નેશનલ ઓપન એથ્લેટિક્સ કોમ્પિટિશનમાં ૪૦૦ મીટર (હર્ડલ્સ)માં ૫૯.૩૨ સેકન્ડ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કરતાં સિલ્વર મેડલ, અને ૪૦૦ મીટર દોડ પ૪.૫૬ સેકન્ડ સાથે પૂર્ણ કરી ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
3૦મી જૂન, ૨૦૧૮ના રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં સરિતા ગાયકવાડની પસંદગી થઇ હતી
૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત રાજ્ય માટે બ્રોન્ઝ મૅડલ મેળવનાર સરિતાએ ૯મી જુલાઇથી પોલેન્ડમાં એશિયન ગેમ્સની ઘનિષ્ઠ તાલીમ લીધી હતી, જ્યાંથી સીધા ઇન્ડોનેશિયા માટે પહોંચી, જકાર્તા પહોંચીને એશિયન ગેમ્સમાં ઇન ફૉર તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.