43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં નિમણુંક

ગાંધીનગર– ગુજરાત સરકારે 43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં નિમણૂક કરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદ, ગુજરાત રાજ્ય સહકારી પરિષદ, ગુજરાત પંચાયત પરિષદ અને રાજ્યની જુદીજુદી યુનિવર્સિટીઓની સેનેટ- કોર્ટ ઉપર ગુજરાત વિધાનસભાના પ્રતિનિધિઓની નિમણુંક કરી છે.