જાહેર સ્થળ પર ખૂબ લખ્યાં અપશબ્દ, લોકોએ કર્યું આ કામ…

ગોંડલ– જાહેર સ્થળો પર ખૂબ ગંદા અપશબ્દો લખેલાં નજરે પડે, લોકો એવું ન ચલાવી લે અને અપશબ્દ લખનારો પણ ઝડપાય ત્યારે શું થાય? ગોંડલમાં જાહેર સ્થળ પર આમ કરનારા બે યુવકનો બરાબરનો મેથીપાક મળી ગયો હતો. ભગવતપરામાં સવારે બનેલી આ ઘટના લોકોના રોષનું ઉદાહરણ પણ છે.મળતી વિગત પ્રમાણે ગોંડલના સરકારી દવાખાના પાસે આવેલ ચોકમાં, જ્યાં સારી એવી આવનજાવન રહે છે ત્યાં માંધાતા પ્રતિમાના સ્ટેન્ડ પર અપશબ્દોની ભરમાર જોવા મળી હતી. ત્યારે આવા સ્ટિકર લખીને ચોંટાડનાર બે યુવકોની ઓળખ થઇ જતાં બંનેને ઝડપી લઇને લોકોએ જાહેરમાં કપડાં ઊતરાવી માર માર્યો હતો અને બંનેની વિસ્તારમાં પરેડ કાઢી હતી. બાદમાં બંને યુવકો પાસે જ અપશબ્દો લખેલાં સ્ટીકર ઊખડાવ્યાં હતાં અને બેયને પોલિસને હવાલે કર્યાં હતાં.બંને યુવકોને પોલિસે સારવાર માટે સરકારી દવાખાને ખસેડ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]