જીએમડીસી પોલિસદમન કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર

અમદાવાદ– 2015માં પાટીદાર આંદોલન દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થયેલા પોલિસ દમન અંગે ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે પાસ નેતા હાર્દિક પટેલ ઘીકાંટા મેટ્રો કોર્ટમાં પોતાની જુબાની આપવા આજે હાજર રહ્યાં હતાં.

જોકે, હાર્દિક કોર્ટ બહાર નિવેદન આપ્યું હતું કે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર સરકારે પોલિસતંત્રનો દૂરુપયોગ કર્યો હતો. સ્વતંત્ર ભારતમાં જલિયાંવાલા બાગમાં થયેલા અત્યાચાર જેવો જ અત્યાચાર જીએમડીસી ગ્રાઉન્ડમાં નિર્દોષ યુવાનો ઉપર થયો હતો.વિરોધની વ્યાપકતા

હાર્દિકે કહ્યું કે, પોલિસે કરેલા દમન અને અત્યાચાર બાબતે અત્યાર સુધીમાં મંચ ઉપર ઉપસ્થિત હોય તેવા લોકોએ જુબાની આપી છે. હું અઢારમો વ્યક્તિ છું જે સરકાર સામે પોતાના વિરોધનો અવાજ કોર્ટમાં પણ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2015ના દિવસે ગુજરાતભરના લાખો પાટીદારો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી પાટીદારોની મહાસભામાં ઉમટી પડ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર પાટીદારો અનામતની ફાઈલ ચિત્ર

માગણી રજૂ કરવા એકઠાં થયા હતા. આ દિવસની સમી સાંજે ઝડપથી બનેલાં ઘટનાક્રમમાં પોલીસના કાફલા દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડમાં ઉપસ્થિત પાટીદાર યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમગ્ર ગુજરાત ભડકે બળ્યું હતું.ફાઈલ ચિત્ર

આખા ગુજરાતમાં ફાટી નિકળેલી હિંસામાં અનેક જાનમાલનું નુકસાન થયું હતું. જેમાં 9પાટીદાર યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફાઈલ ચિત્ર

જ્યારે અનેક પાટીદાર યુવાનો જેલ ભેગા થયા હતા. હજી પણ કેટલાક પાટીદાર જેલના સળિયા પાછળ છે અને અલગ અળગ ઠેકાણો અનેક ઉપર કેસો ચાલી રહ્યા છે.