પ્રેમ લગ્નનો કરુણ અંજામઃ સગા ભાઈએ બહેન અને તેના પતિની કરી હત્યા

અમદાવાદઃ સાણંદમાં ઓનર કિલિંગની એક ઘટના બનતા ખળભળાટ વ્યાપી ગયો છે. પ્રેમ લગ્ન કરનારી સગી બહેન અને તેના પતિની બહેનના સગા ભાઈએ જ હત્યા કરી નાંખી છે. આ યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા જે વાત ભાઈને ખટકી હોવાથી સગી બહેન અને તેના પતિની છરીના ઘ ઝીંકી ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સાણંદના છારોડીની તરુણા નામના યુવતીએ ગામના જ વિશાલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરિવાર બંનેના લગ્નની વિરુદ્ધમાં હોવાથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા અને સાણંદ ખાતે એક મકાન ભાડે રાખીને લગ્ન સંસાર શરૂ કર્યો હતો.

મૃતક યુવતી અને યુવક એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને સાણંદ એસટી સ્ટેન્ડ નજીક મકાન ભાડે રાખીને ત્યાં રહેતા. ગઈકાલે સાંજે યુવતીનો ભાઈ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને તેની બહેનને છરીના ઘા મારી દીધા હતા અને યુવતી ત્યાં ઢળી પડી હતી અને ત્યારબાદ તેનું મૃત્યું થયું હતું. આ સમયે ત્યાં હાજર યુવતીનો પતિ આ ઘટના જોઈને ત્યાંથી ભાગી ગયો હતો અને એક મકાનમાં છુપાઈ હતો.

પરંતુ યુવતીના ભાઈએ તેનો પણ પીછો કર્યો હતો અને તે યુવક જે ઘરમાં છૂપાયો હતો ત્યાં જઈને તેની હત્યા કરી નાંખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ યુવતીનો ભાઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર મામલે સાણંદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]