એરપોર્ટ પર કબૂતર પકડો અને જીતો એક હજાર રૂપિયા!!

વડોદરા: શહેરમાં રૂ.160 કરોડના ખર્ચે બનેલા ઇન્ટિગ્રેટેડ એરપોર્ટ બિલ્ડિંગમાં ઘર કરી ગયેલાં 16 કબૂતરો સ્વચ્છતા અને સુરક્ષા માટે અગવડ ઊભી કરી રહ્યા છે. આ કબૂતરોએ અહીં ગંદકીનું સામ્રાજ્ય ઉંભુ કર્યું છે. વર્ષોના પ્રયાસ છતાં કબૂતર પકડવામાં અસફળ એરપોર્ટ ઓથોરિટી દ્વારા હવે શહેરના નાગરિકોને કબૂતર પકડવા આવાહન કરાયું છે. એક કબૂતર પકડવા રૂ. 1000નું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

વડોદરા એરપોર્ટ પર ઈન્ટીગ્રેટેડની બિલ્ડિંગ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. હરણી એરપોર્ટ બન્યા બાદ કેટલીક ખુલ્લી જગ્યામાંથી એરપોર્ટ બિલ્ડિંગના અંદરના ભાગે કબૂતર આવી ગયાં છે. જે જગ્યા શોધી કબૂતરની એન્ટ્રી બંધ કરાઇ છે. પરંતુ તેમને બહાર કાઢી શકાતાં નથી. અંદાજે 25 મીટર ઉપર રહેતાં કબૂતરને પકડવાં પડકાર સમાન છે. કબૂતર ગમે ત્યાં ચરકે અને ગંદકી કરે છે. અવાજ કરે છે. જેથી એરપોર્ટ ઓથોરિટી પરેશાન છે. જો શહેરમાં કોઇને કબૂતર પકડતાં આવડતું હોય તો એરપોર્ટ ઓથોરિટીની મદદ કરવા જણાવાયું છે.

વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર ચરણ સિંહના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ એરપોર્ટ પર પણ કબુતરોનો ત્રાસ હતો. ત્યાં લોકોએ આ કામમાં ઘણી મદદ કરી. કેટલીક ચોક્કસ જાતિના લોકો કબૂતર પકડવામાં માહેર હોય છે. ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટીએ આ લોકોનો સંપર્ક કરીને કબૂતરોને પકડયા હતા.

અમે કબૂતરને મારવામાં કે ક્રૂરતાથી પકડવામાં નથી માનતા. જેથી યોગ્ય ઉકેલ અથવા જાણકારની મદદ શોધીએ છીએ. આ માટે અમે ચેન્નાઈ એરપોર્ટ ઓથોરિટીનો પણ સંપર્ક કર્યો છે. ગંદકીનો મુખ્ય પ્રશ્ન છે. કબૂતર ઊંચાઇ પર છે. જેથી કેટલાક લોકો આવીને પરત જાય છે. અમે એક કબૂતરના રૂ. 1000 ચૂકવવા તૈયાર છીએ. તેમણે આશા વ્યક્ત કરી કે, વડોદરા એરપોર્ટને જલ્દી જ આ સમસ્યામાંથી છૂટકારો મળી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]