રાજકોટ જિ. પં.ની સામાન્ય સભામાં હોબાળો, વિવિધ ઠરાવ અને સત્તા સોંપવા મુદ્દે સ્ટે

રાજકોટઃ આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલાં ભારે હોબાળો થયો હતો. સભા શરુ થતાં તરત બેઠકના સ્થળે હોબાળો થયો હતો. જિલ્લા વિકાસ કમિશનરે વિવિધ ઠરાવ અને સત્તા સોંપવા મુદ્દે સ્ટે આપ્યો છે. કોંગ્રેસના ત્રણ સભ્યોએ ડીડીઓની કચેરીમાં ઘેરાવ કર્યો હતો. ત્યારે હોબાળાના કારણે સભા ખોરવાઈ હતી. સામાન્ય સભા સામે પંચાયતના બળવાખોર સભ્યોએ સ્ટેની માગ કરી હતી.

ગઈકાલે કોંગ્રેસના 21 સભ્યો ગાંધીનગર જઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત પણ કરી આવ્યા હતા અને પાર્ટી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ કારોબારી સમિતિના ચેરમેન છે રેખાબેન પટોડીયા છે અને અર્જુન ખાટરિયા પોતાના જૂથ સહિતના સભ્યોને લઇ અજ્ઞાતવાસ ગયાની ચર્ચા છે. જનરલ બોર્ડને સત્તા મળે તો પ્રમુખ જ કારોબારી સમિતિના અધ્યક્ષ બની જાય. આ ઠરાવ મંજૂર કરવા માટે પક્ષ તરફથી વ્હીપ આપવામાં આવ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામા બાદ વિકાસ કમિશનરે સ્ટે આપ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]