અમદાવાદમાં લાલચ આપી ચાર લોકોએ સગીરા સાથે કર્યો ગેંગરેપ

0
1286

અમદાવાદઃ ગુજરાતમાં સ્ત્રીઓની સુરક્ષા એ યક્ષ પ્રશ્ન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં યુવતીઓ અને બાળાઓ પર દુષ્કર્મના ઘણા કેસો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં એક સગીરા પર ગેંગરેપ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે આવેલા હરીનગરમાં પરપ્રાંતીય સગીરા સાથે ગેંગરેપ થયાની ફરિયાદ નોંધાઇ છે. સગીરાને મજૂરી કામ અપાવાના બહાને અમદાવાદમાં બોલાવામાં આવી હતી. ત્યારબાદ સગીરા પર કૌટુંબિક પરિવારજનોએ જ પોતાની હવસને સંતોષવા માટે ચાર શખ્સોએ ભેગા મળી ગેંગરેપ કર્યો.

ત્યારે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી ચારેય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.