ભાવનગરઃ પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, લાખો રુપિયાનું થયું નુકસાન

ભાવનગરઃ શહેરના પડવા ગામ ખાતે આવેલા પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી. પાવર પ્લાન્ટના યુનિટ એકમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રીગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબ્રીગેડ દ્વારા તુરંત જ ઘટના સ્થળે પહોંચી જઈને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો.

પાવર પ્લાન્ટમાં આગ લાગતા પાવર પ્લાન્ટની મોટાભાગની મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી. ત્યારે આગ લાગતા પાવર પ્લાન્ટને લાખો રુપિયાની નુકસાની આવી છે. ત્યારે આગ લાગવાના પગલે એટલું નુકસાન થયું છે કે આ પ્લાન્ટ 3 મહિના સુધી બંધ રહી શકે છે. ત્યારે આગ લાગવાના કારણે કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. અને આગ કયા કારણોસર લાગી તે પણ જાણી શકાયું નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]