ગીરસાસણ ફરવા જતાં પહેલાં આ જાણી લો. નહીં તો થશે મુશ્કેલી…

ગીરઃ ગીરમાં કેટલાક લોકો ગેરકાયદેસર હોટલો અને ગેરકાયદેસર રીતે લાયન શો યોજતા હોય છે. ત્યારે આવા લોકો સામે વન વિભાગે ગાળીયો કસ્યો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને અપિલ કરવામાં આવી છે કે તેઓ જે હોટલોમાં રોકાય તે કાયદેસર છે કે નહી તેની પહેલા તપાસ કરી અને ત્યાર બાદ જ ત્યાં રોકાણ કરે.

તો આ સાથે જ વન વિભાગ દ્વારા જણાવવમાં આવ્યું છે કે ગેરકાયદેસર રીતે લાયન શો મામલે જો કોઈ વ્યક્તિ તમને લલચાવે તો તેનાથી દૂર રહેવું નહીતર મોટી મુશ્કેલીમાં મુકાશો. “જે પ્રવાસીઓ દિવાળી વેકેશન દરમિયાન ગીરમાં સાસણ ખાતે સિંહ દર્શન માટે આવે છે તેમને ખાસ સૂચના આપવામાં આવે છે કે, તેઓ જે હોટેલમાં રોકાય છે તે કાયદેસર છે કે નહીં તે ચકાસી લે. નહીં તો, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. વળી, પ્રવાસીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે, સાસણ ટૂરિઝમ ઝોન અને દેવળીયા સફારી પાર્કમાં જે સિંહ દર્શન માટેની વન વિભાગની સુવિધા છે એ સિવાય ગેરકાયદેસર રીતે સિંહ દર્શન જોવા ન જાય.

કેમ કે, સ્થાનિક રીતે કોઇ વ્યક્તિ દ્વારા યોજવામાં આવતા સિંહ દર્શન ગેરકાયદેસર છે અને આ માટે કાયદાકીય રીતે મોટા સમસ્યા સર્જાઇ શકે છે. પ્રવાસીઓ ગીરમાં આવે અને સિંહ સરંક્ષણમાં મદદરૂપ થાય એવી અપીલ કરવામાં આવી છે.

“વન વિભાગ દ્વારા લોકોની અને પ્રવાસીઓની જાગૃતિ અને માહિતી માટે ઠેર-ઠેર ગેરકાયદેસર લાયન શો ન થાય અને જો કોઇ કરે તો તે માટે કાયદામાં શું જોગવાઇ છે તેના બોર્ડ મુક્યા છે. અત્યાર સુંધીમાં વન વિભાગ દ્વારા 150થી વધુ ગેરકાયદેસર હોટેલો સીલ મારવામાં આવી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. દિવાળીનાં વેકેશન દરમિયાન ગેરકાયદેર લાયન શોની ઘટનાઓ બનતી હોય છે એટલા માટે અને વન વિભાગે પેટ્રોલીંગ વધારી દીધું છે અને જો કોઇ પણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃતિ કરતા પકડાશે તો તેને છોડવામાં આવશે નહીં. લોકોએ એ સમવજવું જોઇએ કે, સિંહ તેના કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે ફરે અને તેને કોઇ ખલેલ પહોંચાડવામાં ન આવે. સિંહ આપણું ગૌરવ છે”.