અમદાવાદઃ બીઓટીના ધોરણે શહેરનું પ્રથમ એસી પે એન્ડ યુઝ

અમદાવાદ: મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં બીઓટીના ધોરણે શહેરનું પ્રથમ એસી પે એન્ડ યુઝ બનાવાયું છે. આ એસી પે એન્ડ યુઝ અખિલ ભારતીય પર્યાવરણ એવમ્ ગ્રામ વિકાસ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. તો આ સાથે જ આ સંસ્થા દ્વારા શહેરના અન્ય સ્થળો પર નવા એસી પે એન્ડ યુઝ બનાવવાની દિશામાં સર્વે પણ શરુ કરવામાં આવ્યો છે.

શહેરમાં જાહેરમાં શૌચક્રિયા કરતા લોકો એટકે તે માટે તંત્ર દ્વારા પબ્લિક ટોઈલેટ ઉપરાંત પે ઈન્ડ યુઝ બનાવાઈ રહ્યાં છે. એક અંદાજ પ્રમાણે ૧૫૦થી જ્યારે પે એન્ડ યુઝ ટોઈલેટ હોઈ તેમાંથી કેટલાક પ એન્ડ યુઝમાં તંત્રની નવી નીતિ મુજબ યુરિનલ માટે એક રૂપિયાનો ચાર્જ નક્કી કરાયો છે.

તાજેતરમાં એઈસી ક્રોસરોડ ખાતે ખુલ્લા મુકાયેલા શહેરના સર્વપ્રથમ એસી પે એન્ડ યુઝમાં અન્ય પે એન્ડ યુઝની જેમ યુરિનલનો એક રૂપિયો, ટોઈલેટના બે રૂપિયા અને બાથરૂમના ત્રણ રૂપિયાનો ચાર્જ છે, પરંતુ આ એસી પે એન્ડ યુઝમાં મહિલા, બાળકો અને દિવ્યાંગ માટે પણ ટોઈલેટની વ્યવસ્થા છે, જેની વોટરલેસ યુ‌િરનલ ખાસ વિશેષતા છે.