આણંદના દંપતિ પર અમેરિકામાં ગોળીબાર, મહિલાનું મોત થયું

અમદાવાદ- અમેરિકામાં ગુજરાતી દંપતિ પર લૂંટના ઇરાદે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્ટોર બંધ કરીને રાત્રે ઘેર પરત ફરી રહેલાં ગુજરાતી દંપતિ પર એક અશ્વેત લૂંટારુએ ફાયરિંગ કર્યું હતું.  આ ગોળીબારમાં મહિલાનું મોત થયું છે,

આ ઘટના જ્યોર્જિયાના આલ્બેની વિસ્તારમાં બન્યો છે. ભોગ બનનાર ગુજરાતી દંપતિ વર્ષોથી વસે છે જ્યાં સ્ટોર ધરાવે છે. ઘટનાના સામે આવેલા ફૂટેજમાં અશ્વેત લૂંટારુ ગાડીમાં બેસવા જતાં પતિપત્નીને આંતરી બંદૂક દેખાડી ડરાવતો અને માગણી કરતાં ફાયરિંગ કરતો જણાય છે. જોકે સામનો કરતાં પતિએ ગાડી પૂરપાટ ગતિએ હંકારી મૂકતાં લૂટારુએ ફાયરિંગ કરતાં મહિલાને ગોળી વાગી હતી. ઘટના અંગે સ્થાનિક પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.