અમદાવાદઃ થલતેજની સમર્પણ હોસ્પિટલમાં આગ, 16 ફાયર ફાઈટરોની ત્વરિત કાર્યવાહીથી કાબૂ મેળવાયો

અમદાવાદઃ હજુ ગોતા પાસેના જગતપુરમાં લાગેલી આગની ઘટનાની ગૂંજ વાતાવરણમાં છે ત્યાં ફરી એકવાર મેગાસિટી અમદાવાદમાં સાર્વજનિક સ્થળે આગના લાગ્યાનાં સમાચારે અફરાતફડી મચાવી હતી. શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલમાં રહેલા એક કોમન મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને ઓલવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આગ લાગતા હોસ્પિટલના દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. જો કે કુલ 16 ફાયરફાઈટરના કાફલાએ કરેલી કાર્યવાહીના પગલે થોડીવારમાં જ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જેને લઇને સદભાગ્યે કોઇ હતાહત થયું નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યની વિવિધ ઈમારતોમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યાં છે. આ પહેલાં પણ અમદાવાદના પરિમલ વિસ્તારમાં બાળકોની એક હોસ્પિટલમાં આગ લાગી હતી.

તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]