પૈસાને લઈને થયો વિવાદ અને પતિએ પત્નીનું નાક કરડી નાંખ્યું…

અમદાવાદઃ શહેરના ઘોડાસર વિસ્તારમાં પતિ અને પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ એક ઘાતક સ્વરુપ લઈ લીધું અને પતિએ ગુસ્સામાં આવીને પોતાની પત્નીનું નાક કરડી નાંખ્યું. પીડિતાની ગંભીર સ્થિતિને જોતાં તેને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરોએ નાકના ભાગે 15 ટાંકા લીધાં. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

વટવા પોલીસ સ્ટેશનના પ્રભારી એચવી સિસરાએ કહ્યું કે તેમણે કલમ 324 અંતર્ગત ગુનો નોંધીને આરોપીને એરેસ્ટ કરી લીધો છે. બાદમાં આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યાં ગઈ છે. રેશમા કુલવાની દ્વારા નોંધાવવામાં આવેલી એફઆઈઆર અનુસાર તે એક દુકાનમાં કામ કરે છે અને તેના ત્રણ બાળકો છે. તેમણે કહ્યું કે સૌથી મોટો દીકરો કોલેજમાં અભ્યાસ કરે છે, દીકરી ટ્યૂશન ક્લાસમાં કામ કરે છે અને સૌથી નાનો દીકરો દીપક 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

એફઆઈઆર અનુસાર રેશમા કુલવાનીને પૈસાની જરુર પડવાથી તે ઘરના ફર્સ્ટ ફ્લોર પર ગઈ જેથી તે પોતાના પર્સમાંથી 3000 રુપિયા લઈ શકે. જ્યારે રેશમાએ પોતાનું પર્સ જોયું તો તે ખાલી હતું એટલે કે તેમાં પૈસા નહોતાં. આ મામલે તેણે પોતાના પતિને પૂછ્યું. સવાલ પૂછતાં પતિ ગુસ્સામાં આવી ગયો અને તેણે રેશમાના વાળ ખેંચીને તેને જમીન પર પાડી દીધી. તેણે રેશમાને મારવાનું શરુ કરી દીધું અને તેના નાકના ભાગે બટકું ભરી લીધું.
રેશમાએ બુમો પાડતાં બધાં ભેગાં થઈ ગયાં. રેશમાની સ્થિતિ નાજુક જણાઈ આવતાંં રેશમાની દેરાણી અને તેના સાસુ તેને હોસ્પિટલ લઈ ગયા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે રેશમાને આઈસીયૂમાં રાખવામાં આવી છે. ડોક્ટરોએ તેને નાકના ભાગે 15 ટાંકા લીધા છે. બાદમાં રેશમાને મહિલા વોર્ડમાં લઈ જવામાં આવી. બાદમાં રેશમાએ પોતાના પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી. જણાવવામાં આવી રહ્યું છે કે રેશમાનો પતિ બેરોજગાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]