પાક નિષ્ફળ જવાના કારણે ખેડુતે ભર્યું અંતિમ પગલું

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામના એક ખેડુતે પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ખેડુતે ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ ખેડુતનું મૃત્યું થયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર વંથલીના આખા ગામમાં રહેતા ખેડુતનો પાક આ વર્ષે નિષ્ફળ જતા તે આર્થિક સંકટમાં આવી ગયા હતા અને પરિણામે તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. ઓછા વરસાદના કારણે આ ખેડુતનો પાક નિષ્ફળ ગયો હતો અને એટલા માટે આખરે કંટાળીને આ ખેડુતે અંતિમ પગલુ ભર્યું હતું. ત્યારે આ મામલે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પોતાનો પાક નિષ્ફળ ગયો હોવાથી ઘણા ખેડુતોએ આત્મ હત્યા કરી છે. ત્યારે આખા ગામના આ ખેડુતે આત્મ હત્યા કરતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ત્યારે પરિવારે પોતાનો મોભી ગુમાવતા પરિવાર પણ શોકમગ્ન બન્યો છે.