ખાતરમાં વજન ઘટ કૌભાંડ પછી જીએસએફસીના ખેડૂતોને મનામણા…

ગાંધીનગર: જીએસએફસી 57 વર્ષ જૂની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરિયાદ આવી નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ન શકે.

કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ઘટવાને કારણે હોઈ શકે. ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરનાં (એફ્સીઓ) ધારાધોરણ મુજબ  ડીએપી ખાતરમાં મહત્તમ ૨.૫ ટકા ભેજનું પ્રમાણ થઈ શકે આ ભેજ હવામાનના તાપમાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમ્યાન ઘટે છે. અમારી ગણત્રી મુજબ ૫૦ કિલો ડીએપી ની બેગમાં ૧૦૦ થી ૧૫૦ ગ્રામ વજનનો ઘટાડો ભેજ ઉડવાનાં કારણે આવી શકે. આમ થવા છતાં  ડીએપીમાં રહેલ જરૂરી તત્વોનાં પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી.

વજન ઘટની જે કોઈ ખેડૂતોની ફરિયાદ આવી તેને ચકાસતા પ્રથમ દ્રષ્ટિએ તારણ મળ્યું છે કે  થેલીઓ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. અને સરવાળે કોઈ કૌભાંડની શંકા રહેતી નથી  હાલમાં ખેતી માટે ખાતર વપરાશની સીઝન ન હોવાને કારણે કંપન એ જાન્યુઆરીથી માર્ચ-૨૦૧૯ના ગાળામાં વેચેલું ડી.એ.પી. કુલ-૮૦,૦૦૦ મેટ્રિક ટનના જથ્થામાંથી વધુમાં વધુ આશરે ૧૦% એટલે કે ૮૦૦૦ મેટ્રીકટન જેટલો જથ્થો ખેડૂત સુધી પહોંચ્યો હશે, જેમાં તમામ થેલીઓની ૩૦૦ ગ્રામ લેખે ઘટ ધ્યાનમાં લેવામાં આવે તો પણ તેની રકમ આશરે રૂ!.૧૬ લાખ ગણી શકાય.

મહદઅંશે ટેકનિકલ ખામીને કારણે આવું બન્યુ છે. ભવિષ્યમાં આવું ન બને તે માટે બે ઉચ્ચસ્તરીય કમિટી નીમવામાં આવી છે, જે એક અઠવાડિયામાં રીપોર્ટ રજૂ કરશે અને આ બાબતે સૂચનો જણાવશે. ઓટોમેટિક વજન ચકાસણીવાળા પ્લાંટમાં  તકેદારીરૂપે રેન્ડમ ચેકિંગ થતુ હતુ તેના બદલે દરેક થેલીનું વજન weigh in motion Technology મારફતે કરવામાં આવશે જે માનવીય ત્રૃટિ રહિત હશે. તદઉપરાંત દરેક થેલીનું દરેક સમયે ડિજિટલ પ્રીન્ટિંગ મારફતે ભરતીની તારીખ અને સમય જેવી વિગતો છાપવામાં આવેશે જેથી કરીને થેલીઓની ભરતીનો ચોકકસ સમય જાણી શકાય
કંપનીએ તમામ રીટેલ આઉટલેટ ઉપર ઈલેકટ્રોનિક વજન કાંટા લગાવ્યા છે અને આ બાબતની સૂચના ડીસ્પલે કરવામાં આવશે જેથી કરી વેચાણ સમયે એક એક થેલીનું વજન કરીને વેચી શકાય. આમ છતાં કોઈ વિક્રેતા અથવા ખેડૂત પાસેથી કોઈપણ વજન બાબતેની ફરિયાદ આવે તો કંપની તેને નિયત વજનવાળી થેલીથી બદલી આપવા માંટે બંધાયેલી છે, અને બદલી આપશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]