પાક નિષ્ફળ જતા દ્વારકાના ખેડુતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

દેવભૂમી દ્વારકાઃ ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેતા અને વરસાદની અછત વર્તાતા ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે દ્વારકાના ધ્રાસણવેલ ગામના એક ખેડૂતે તાણમાં આવી જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દ્વારકાના જિલ્લાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા આ ખેડૂતનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના પરિવારે જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત દેખાઇ રહ્યા હતા અને આજે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

તો આ સીવાય જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા અને વાવડી ગામની સીમ વિસ્તારમાં 10 વીઘા જમીન ધરાવતા રાણાભાઇ ગાગિયાએ કપાસનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. તેમના પુત્ર તથા ભાઈ અને પરિવારજનો જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત જણાતા હતા અને આજે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘરના મોભીએ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]