જાણીતા બીચ વેર ડિઝાઇનરો અમદાવાદની મુલાકાતે..

અમદાવાદ- યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા નેટવર્કિંગ મીટનું આયોજન કરવામાં  આવ્યું હતું , જેમાં દેશના જાણીતા યુવા ફેશન  ડિઝાઇનર ” શિવાન અને નરેશ” હાજર રહ્યાં હતાં.

આ બંને ડિઝાઇનર તેઓના બીચવેર કલેક્શન માટે  ખુબજ  જાણીતા છે. આ કાર્યક્રમમાં વાયફ્લો મેમ્બર્સ સહિત શહેરના અગ્રણી લોકોએ હાજરી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન ડિઝાઇનરનું  સ્વાગત કરતા વાયફ્લોના ચેરપર્સન ‘શ્રિયા દામાણી’એ જણાવ્યું કે, શહેરમાં મહિલાઉદ્યોગ સાહસિકો માટે  બિઝનેસ નેટવર્કિંગ અને તેના દ્વારા આગળ વધવાના પ્લેટફોર્મ બહુજ ઓછા છે, અને  આજના આ કાર્યક્રમ દ્વારા આવુ જ એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

‘યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન’  (વાયફ્લો)  યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો તૈયાર કરવાનું તેમજ તેઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને તકો પુરુ પાડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. આ માટે ‘વાયફ્લો’ વિવિધ  ઉદ્યોગ, વ્યવસાય અને મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે  સેમિનાર, તાલિમ , જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]