જસદણમાં ભાજપને મોટો ફટકો: લાલજી મેરે પકડ્યો કોંગ્રેસનો ‘હાથ’

જસદણ- જસદણના ચૂંટણી જંગ પહેલા જ ગુજરાતના રાજકારણમાં પક્ષ પલટાની મોસમ જામી છે. એકતરફ ભાજપે કોંગ્રેસના સ્થાનિક સભ્યોને જોડ્યા તો કોંગ્રેસે પણ ભાજપના પૂર્વ ધારાસભ્યોને જોડવાની શરૂઆત કરી. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. કોળી સમાજના આગેવાન લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા છે. લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપતા જસદણની પેટા ચૂંટણીમાં સમિકરણ બદલાય તેવી શક્યતા છે.

લાલજી મેર ધંધુકાના પૂર્વ ધારાસભ્ય હતાં. તેઓ 2012માં ધંધુકા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. અને 2017 સુધી ધંધુકાના ધારાસભ્ય રહ્યા હતા. લાલજી મેર ભાજપની સાથે ઘણા સમયથી છે. જેઓ સક્રિય કાર્યકર્તા છે જેઓ ગત વિધાનસભામાં પણ ઉમેદવારના દાવેદાર હતાં પણ તેમને ટિકિટ મળી ન હતી. જે માટે એન્ટિ ઇન્કમ્બસીને પણ જવાબદાર ગણવામાં આવતી હતી.જસદણના પેટા ચુંટણી કાંગ્રેસ અને ભાજપા માટે લિટમસ ટેસ્ટ સમાન છે. કુવરજી ભાઇ બાવળીયા માટે પ્રધાન પદ અને રાજકીય કારકિર્દી બચાવવા માટે જીતવું જરૂરી છે, તો કાંગ્રેસ માટે ગઢ સાચવવાનું દબાણ છે. જસદણની ચૂંટણીમાં કોળી મતદારો આ સમગ્ર હાર જીત નક્કી કરવાના છે, ત્યારે કોંગ્રેસે કુંવરજી બાવળીયાની સામે એક પછી એક કોળી નેતાઓને પક્ષમાં જોડવાના શરૂ કર્યું છે. કોંગ્રેસ જસદણની ચૂંટણીને લઇને કોળી આગેવાનો સાથે મજબૂત થવા પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના કોળી આગેવાનોને જોડ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન લાલજી મેર બપોરે ૧ કલાકે રાજીવ સાતવ અને અમિત ચાવડાની હાજરીમાં વિધિવત રીતે કોગ્રેસનો ખેસ ધારણ કર્યોહતો. ભાજપામાં સતત થતી અવગણનાના પગલે તેમણે પાર્ટીમાથી રાજીનામું આપ્યું હતું.

બંને પક્ષોના નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે પણ સૌથી મહત્વની વાત એ છે કે પહેલીવાર કોંગ્રેસમાં કોળી આગેવાનો જોડાઇ રહ્યા છે. જેની સીધી અસર જસદણની પેટા ચૂંટણી પર થશે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે, આગામી દિવસોમાં વધુ કેટલાક નેતાઓ પણ જોડાશે અને પક્ષને મજબૂતી આપશે. જેની સીધી અસર લોકસભા ચૂંટણીમાં પણ દેખાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]