કર્મચારીઓ 24મીએ કચેરીમાં હાજરી નહીં આપે તો ચાલશે, કારણ કે…

0
1165

અમદાવાદઃ ગુજરાત રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ-ર૦૧૯ અને ર૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય અને ૮પ-માણાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી તા.ર૩-૪-ર૦૧૯, મંગળવારના રોજ યોજાનાર છે. મતદાનના બીજા દિવસે એટલે કે તા.ર૪-૪-ર૦૧૯, બુધવારનો દિવસ કામકાજનો દિવસ છે.

સામાન્ય રીતે મતદાનના દિવસે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મતદાન પૂરૂં થયા બાદ રીસીવીંગ સેન્ટર ઉપર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત સોંપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે તેમની કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી, તેઓને ફરજ પર હાજર(On Duty) ગણવાના રહેશે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે મતદાનના બીજા દિવસે એટલે કે તા.ર૪-૪-ર૦૧૯, બુધવારના દિવસે અનેજયાં પુનઃ મતદાન યોજાય તેવા કિસ્સામાં જો મતદાનના બીજા દિવસે ચાલુ દિવસ હોય તો તેવા કિસ્સામાં ઉપરોક્ત સૂચનાઓ લાગુ પડશે.આ સમયગાળા માટે કોઇ વધારાનું ભથ્થુ આકારી શકાશે નહી.