ટોરેન્ટ કોઈના મરવાની રાહ જૂએ છે? અહીં 4 માસથી ખુલ્લાં પડ્યાં છે વીજવાયરો

અમદાવાદઃ કાળુુપુર દરવાજાની અંદરથી ભંડેરી પોળ સુધીના માર્ગમાં 4 મહિનાથી પડેલા ટોરેન્ટના કેબલ સામે મ્યુનિ.એ નોટિસ આપી સંતોષ માની લીધો છે. કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ છે, જ્યારે ટોરેન્ટે કહ્યું છે કે, ટુંક સમયમાં જ ખૂલ્લા કેબલો દૂર કરાશે.

મ્યુનિ.એ કોરર્પોરેશને એક લાખ રૂપિયા ભરી ત્વરિત કેબલ દૂર કરવા કરેલા આદેશને ટોરેન્ટના અધિકારીઓ ધોળીને પી ગયા છે. કંપનીએ કોઇ પણ પ્રકારની મંજૂરી વગર પોતાની મનમાની કરી પેવર ઉઘાડી નાંખેલા કેબલથી મ્યુનિ.ના મધ્યઝોને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. સામાજિક કાર્યકર જોહર વોરાએ કહ્યું હતું કે રતનપોળ અને ભંડેરી પોળ ખાતે રોડ ખોદીને નાખ્યો છે, રિલીફ રોડ હેવમોર રેસ્ટોરેન્ટની બાજુમાં રિલીફ રોડ સિટી સિવિક સેન્ટર સામે કોમ્પ્લેક્સ પાસે તેમજ રિલીફ રોડ ધનાસુથાર પોળના નાકે ગુલાબબાઇ હોસ્પિટલ પાસે જાહેરમાં કેબલ ખુલ્લો હોવાની ફરિયાદ કરાઇ છે.

આ અંગે ટોરેન્ટ વિભાગે જણાવ્યું હતુ કે, કાલુપુર વિસ્તારમાં તપાસ કરાશે અને ખુલ્લામાં કેબલ હશે તો દૂર કરી ત્વરિત ઉકેલ લાવી દેવાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]