ગુજરાતની બે બેઠક સહિત 6 રાજ્યસભા બેઠક માટે 5 જુલાઇએ ચૂંટણી….

ગાંધીનગર- લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભાની ચૂંટણીમાં જીત થઇ છે, અને તેમણે રાજીનામું આપ્યું છે. ત્યારે ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. જેની ચૂંટણી 5 જુલાઇના રોજ યોજવાની જાહેરાત ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છેકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સત્તાવાર જાહેરાત અનુસાર ગુજરાતમાં 5 જુલાઇના રોજ રાજ્યસભાની બે બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેના માટે ચૂંટણી કમિશન દ્વારા 18 જૂનના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી માટે 25 જૂન સુધી ઉમેદવારી નોંધાવવાનો સમય આપવામાં આવ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે મતદાન 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી થશે. ચૂંટણીનું પરિણામ 5 જુલાઇએ જ મતદાન પૂર્ણ થયા પછી સાંજે 5 વાગે જાહેર કરી દેવામાં આવશે. ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલાં બે સાંસદ સ્મૃતિ ઇરાની અને અમિત શાહ લોકસભા ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હોવાથી આ બંને બેઠક ખાલી પડી હતી જેની ચૂંટણી યોજાશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની બિહારમાં એક બેઠક, ગુજરાતમાં બે બેઠક અને ઓડિસ્સામાં 3 બેઠકો મળી રાજ્યસભાની કુલ 6 બેઠક પર ફરીથી ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ સાથે રાજ્યસભા ચૂંટણીમાં કોના પાસાં પોબાર થશે તેનો માહોલ જામવાનો શરુ થઈ ગયો ચે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]