અમદાવાદ: ઈદ એ મિલાદની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ આજે દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમો આ તહેવાર પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં મનાવે છે. પૈગંબર હઝરત મોહમ્મદ છેલ્લા સંદેશવાહક અને મહાન નબી તરીકે જાણીતા છે. તેમને ખુદ અલ્લાહના ફરિશ્તા જિબ્રઈલ દ્વારા કુરાનનો સંદેશ આપવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદ એ  મિલાદની ભારે ઉત્સાહ થી ઉજવણી કરી હતી. ઠેરઠેરથી વાહનો ભરીને ઉત્સવના ઉત્સાહમાં શહેર મધ્યે મોટી સંખ્યામાં મુસ્લિમ લોકો ઉમટી પડ્યા હતાં. શહેરના મુસ્લિમ બિરાદરોએ વાએઝ, ન્યાઝ, જેવા અનેક કાર્યક્રમો યોજી પયગંબર સાહેબને યાદ કર્યા હતાં અમદાવાદ શહેરના મધ્યે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડતા કોટ વિસ્તાર તરફ જતા માર્ગોને ટ્રાફિક વ્યવસ્થાના ભાગ રુપે બંધ કરાયા હતાં.

મુસ્લિમ સમાજ માટે આ તહેવાર મહત્વનો હોય છે. આ દિવસને લઈ મુસ્લિમ સમાજમાં અલગ અલગ મત પ્રવર્તે છે. શિયા અને સુન્ની આ દિવસે લઈ પોતાની અલગ માન્યતા ધરાવે છે. પરંતુ બંને આ દિવસની ઉજવણી ધામધૂમથી કરે છે.

આ દિવસે પૈગંબર મોહમ્મદના પ્રતીકાત્મક પગના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસે મોટા જુલૂસ પણ નીકળે છે. આ દિવસે પૈગંબર સાહેબને વાંચી અને તેમને યાદ કરવામાં આવે છે. આ દિવસે લોકો કુરાન પણ વાંચે છે. આ ઉપરાંત લોકો મક્કા અને મદીનાની દરગાહ પર પણ જાય છે. કહેવાય છે કે આ દિવસે જે લોકો અલ્લાહની નજીક જાય છે તેના પર અલ્લાહની રહેમ રહે છે.

તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]