શિક્ષણ બોર્ડે જાહેર કરી ધો.12 સાયન્સ-ગુજકેટ પરિણામની તારીખ

ગાંધીનગર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2018માં લેવાયેલી વિભિન્ન પરીક્ષાઓના પરિણામો હવે હાથવેંતમાં છે. બોર્ડ દ્વારા સત્તાવાર ધોરણે જાહેરાત કરવામાં આવી હતી કે ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષાનું પરિણામ તારીખ 10મીએ જાહેર કરવામાં આવશે. આ પરિણામ બોર્ડની વેબસાઇટ પર સવારે 9 વાગ્યે પબ્લિશ કરાશે.

આ ઉપરાંત 10મીએ ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ-ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને એ જ દિવસે માર્કશીટ અને પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં આ વર્ષે કુલ 1.28 લાખ વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં.

આ સાથે ધોરણ 12 સામાન્યપ્રવાહનું પરિણામ 30મેએ અને ધોરણ 10નું પરિણામ 2 જૂનના રોજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]