2,654 કરોડના કૌભાંડીની 1,222 કરોડની સંપત્તિ જપ્ત

0
1268

વડોદરા– શહેરના અગ્રણી અમિત ભટનાગર કેસમાં 2654 કરોડ રુપિયાના કૌભાંડમાં ઇડી આયકર અને આઈટીના દરોડાની કાર્યવાહી અને ધરપકડના દોર પછી દંડાત્મક કાર્યવાહી તરફ સરકાર આગળ વધી છે.પીએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોટ-ઇડી દ્વારા ડાયમંજ પાવર કંપનીના અને અને સુરેશ, અમિત અને સુમિત ભટનાગરની  અન્ય મિલકતો સહિતની કુલ 1,122 કરોડની મિલકત ટાંચમાં લઇ  લીધી છે. આ ત્રણે પર 2.654 કરોડ રુપિયાની છેતરપિંડીનો કેસ છે.

ઉલ્લેખનીય છે કે કૌભાંડ બહાર આવ્યાં બાદ ફરાર થઇ ગયેલાં ત્રણે પિતાપુત્રની ATS ની ટીમ અને CBI દ્વારા રાજસ્થાનના ઉદયપુરથી હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.