અમદાવાદઃ ઈ-મેમો નહીં ભરનારા લોકોના વાહનો મુકાશે બ્લેક લિસ્ટમાં

અમદાવાદઃ શહેરમાં તંત્ર દ્વારા ઓનલાઈન ઈ-મેમો આપવાની પ્રક્રિયા છેલ્લા થોડા સમયથી ચાલી રહી છે. ઘણા લોકો સ્વેચ્છાએ ઈ-મેમો ભરી દે છે તો પાછા કેટલાક લોકો એવા હોય છે કે ઈ મેમો ભરતા નથી. તો હવે જે લોકો ઈ મેમો ભરતા નથી તે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર હવેથી જે લોકો ઈ મેમો નહી ભરે તે લોકોના વાહનો બ્લેક લિસ્ટમાં મૂકાઈ શકે છે.

અત્યાર સુધીમાં અમદાવાદ શહેરના 1 લાખ 20 હજાર જેટલા વાહનોને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવ્યા છે. અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના 1 લાખ 20 હજાર જેટલા નામોની યાદી આરટીઓને મોકલી દેવામાં આવી છે અને તેમની પાસેથી હવે દંડ વસુલવામાં આવશે.

જે લોકોના વાહનો બ્લેક લિસ્ટમાં મૂકાયા હશે તે વાહન માલિકોના કામકાજ આરટીઓમાં ઠપ્પ થશે. ત્યારે આ મામલે આરટીઓ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરટીઓ દ્વારા અત્યાર સુધીમાં પોતાના સોફ્ટવેરમાં 40 હજાર જેટલા નામોની એન્ટ્રી કરવામાં આવી છે. એટલે કે હવેથી જે બ્લેકલિસ્ટમાં જે લોકોના નામ મૂકાયા છે તેવા વાહનોની દંડની કાર્યવાહી થશે અને તેમની પાસેથી દંડ વસુલાશે ત્યાર બાદ જ આરટીઓ સંબંધિત કામકાજ થઈ શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]