નવા ૧૭૮ બાળ સારવાર અને બાળ સંજીવની કેન્દ્રો કાર્યરત કરાયાં

ગાંધીનગર- નવી દિલ્હી- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે દિલ્હીમાં ફૂડ સેફ્ટી એન્ડ ન્યુટ્રિશન નેશનલ રાઉન્ડ કોન્ફરન્સમાં ભાદ લીધો હતો. જ્યાં તેમણે રજૂઆત કરી હતી કે બાળકોને પોષણયુક્ત આહાર આપવા માટે આપણે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ અપનાવવા જોઈએ. ગુજરાત સરકારે કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે એક મહાઅભિયાન ચલાવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી. નડ્ડાના અધ્યક્ષ સ્થાને મળી હતી.નિતીન પટેલે જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાત અંતર્ગત નવા ૧૭૮ બાળ સારવાર અને બાળ સંજીવની કેન્દ્રો કાર્યરત કરાયાં છે. હાલ રાજ્યની જુદાજુદા સ્તરની જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ૨૯ બાળ સંજીવની કેન્દ્ર અને ૨૧૧ બાળ સારવાર કેન્દ્ર કાર્યરત કરાયા છે.

ઉલ્લેખનીય છે કે ફૂડ ડ્રગ્સ એન્ડ કન્ટ્રોલ હેઠળના આશરે ૨૦૦૦ બિનગંભીર કેસોનો નામદાર હાઈકોર્ટના લીગલ સર્વિસ વિભાગની મદદથી રાજ્ય સરકારે ગત વર્ષે નિકાલ કર્યો હતો તેની આ પરિષદમાં લેવામાં આવી હતી અને અન્ય રાજ્યોને પણ આ કાર્યવાહીને અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયા પણ ઉપસ્થિત હતાં.