દ્વાદશ જ્યોતિર્લિંગઃ મહાદેવજીને દિવ્ય શણગાર, મહાઆરતી, અને ત્રિવેણીપૂજનનો ત્રિવેણી સંગમ

સોમનાથઃ સોમનાથમાં અત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ ચાલી રહ્યો છે. ત્યારે આ સમારોહમાં આજે વીડિયો ટુર, સંત સન્માન, ભારતભરમાંથી આવેલા અને સંસ્કૃત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન આપનારા મહાનુભાવોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ફસ્ટ ડે કવર વિમોચન અને સંસ્કૃત છાત્રોને છાત્રવૃત્તિ આપવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે.ડી. પરમાર દ્વારા સંસ્કૃતનું મહત્વ, સનાતન ધર્મ અને માનવ ધર્મ પર અધ્યક્ષ કેશુભાઈ પટેલ, મંદિર પ્રશાસન વિષય પર ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી, સોમનાથ યુનિવર્સીટીના કુલપતિ ગોપબંધુ મીશ્રાએ યુનિવર્સીટીના નિર્માણ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપેલા અમુલ્ય સહયોગને આ પ્રસંગે યાદ કર્યો હતો.

પંકજભાઈ રાવલે અહીંયા ઉપસ્થિત સહુકોઈને શિવપૂજનનું મહત્વ સમજાવ્યું હતું. ત્રિવેણી સંગમ પર  દ્વાદશ જ્યોતિર્લિંગ માંથી આવેલ પ્રતિનિધિઓ તથા સ્થાનીકો દ્વારા ત્રિવણી પૂજન અને મહાઆરતી કરવામાં આવી હતી. જેમનાથી પ્રભાસ તીર્થમાં એક આધ્યાત્મિક વાતાવરણની વિશેષ અનુભૂતિ ઉપસ્થિત સહુકોઈને થઈ હતી. લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી સહુ ધન્ય થયા હતા. આ પ્રસંગે દેવોના પણ દેવ એવા સોમનાથ મહાદેવને પાઘડી અને ડમરુનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો.