અમદાવાદ એરપોર્ટ પરથી 85 ડ્રોન કેમેરા ગેરકાયદે લાવવાનું કૌભાંડ, વેપારીની ધરપકડ

અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે ડ્રોન કેમેરા આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ડીઆઈઆઈએ કાર્યવાહીને અંતે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે સોનું લાવતાં કે ઈંગ્લિશ દારૂ લાવતા લોકોને પકડ્યાં છે. પણ આજે ગુરુવારે ડીઆરઆઈએ  85 ડ્રોન કેમેરા ગેરકાયદે લઈને આવતાં વ્યક્તિની ધરપકડ કરી છે. આ ડ્રોન કેમેરા પાકિસ્તાન અને મ્યાનમાર થઈને આવ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અને આ 85 ડ્રોન કેમેરાની કીમત જોઈએ તો એક કરોડનો મુદ્દામાલ થવા જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ડીઆરઆઈએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. પણ અમદાવાદના વેપારીની પૂછપરછમાં ડ્રોન કેમેરા અમદાવાદમાં લાવવા અંગેનું કૌભાંડ બહાર આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]