ડોલ્ફીન દરિયા કિનારે તણાઈ આવી: સ્થાનિક લોકોએ કર્યુ આ કામ

ભરૂચ- જંબુસર તાલુકાના કાવી કંબોઇ દરિયા કિનારે ડોલ્ફીન માછલી જોવામાં આવી હતી. દરિયામાં ભરતીના હોવાને કારણે બહાર કિનારા પર ખેંચાઈ આવી હતી.. દરિયાના કિનારે ડોલ્ફીન જોવા માટે લોક ટોળાં ઉમટી પડ્યા હતાં. સ્થાનિકો માછલીને પાણીની અંદર લઇ ગયા હતાં, જેથી પાણીની ભરતી આવે તો ડોલ્ફીન માછલી પાછી દરિયામાં તરતી થઇ જાય.

જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ કાવી-કંબોઈના દરિયા કિનારે ત્રણ ડોલ્ફીન માછલી જોવા મળી હતી. એકનું વજન અંદાજે બે કિવન્ટલ જેટલું હતું, જ્યારે અન્ય બે માછલીઓનું વજન એક એક કિવન્ટલ જેટલું હતું. દરિયા કિનારે ડોલ્ફીન આવી હોવાની વાતો પ્રસરતા લોકોના ટોળા દરિયા કિનારે એકત્રિત થઈ ગયા હતા. ભરતીના પાણી વધતાં ત્રણેય ડોલ્ફીન દરિયામાં જતી રહી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]