દીવાળીની રજાઓમાં દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલની સેવા, વધુ વાંચવા ક્લિક કરો

અમદાવાદઃ દીવાળીના સમયમાં એટલે કે 5 થી 12 નવેમ્બર સુધી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન દ્વારા દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલની સેવા શરુ કરવામાં આવશે. એટલે કે હવે દીવાળીમાં ઘરે બેઠા જ તબીબી સુવીધા મળી રહેશે.

દિવાળી ટાણે જ શહેરમાં ઝીકા વાયરસ, સ્વાઈન ફ્લુ તથા ડેન્ગયુ જેવાં રોગોએ દેખા દીધી છે ત્યારે દિવાળી ઓન કોલ મુહિમ હેઠળ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 105 ડોક્ટર્સની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને આવરીને 24 કલાક તબીબી સેવા આપશે. આ ડોકટર માત્ર એક કોલ પર તબીબી સેવા પૂરી પાડશે.

અમદાવાદ મેડીકલ એસોસિએશનનું માનવુ છે કે દિવાળી દરમિયાન ફટાકડાથી દાઝી જવાના કિસ્સાઓ પણ વિશેષ પ્રમાણમાં જોવા મળતા હોય છે. તેથી નજીકના કલિનીકમાં કેવી રીતે સારવાર મેળવી શકાય તેની માહિતી પણ ફોન દ્વારા આપવામાં આવશે.

આ મામલે મીડિયા સાથે વાત કરતા પ્રોગ્રામ કો ઓર્ડિનેટર, પ્રજ્ઞેશ વાછરાજાનીએ જણાવ્યું કે કુલ , ‘105 ડોક્ટર્સનું લિસ્ટ છે. દરેક એરિયામાં આ સેવા કાર્યરત છે. અમને જેવો દર્દીનો કોલ આવશે અમે એરિયા પુછીશું. એક લિસ્ટ અમે બહાર પાડવાના છે જેથી તાત્કાલિક કોઈપણ વિસ્તારમાં રહેતાં લોકોને ડાયરેક્ટ ડોક્ટરની સેવા મળી શકે. ‘

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]