બાલાસિનોર પાસેથી મળેલું ડાયનાસોરનું ઇંડુ રીસર્ચ માટે મોકલાશે

અમદાવાદ– મહીસાગર જિલ્લામાં બાલાસિનોર પાસેના એક ગામમાંથી કરોડો વર્ષ પહેલાં જેમનું અસ્તિત્વ માનવામાં આવતું હતું તેવા ડાયનાસોરનું ઇંડું મળી આવ્યું હતું. બાલાસિનોરથી 10 કિમી દૂરના સ્થળેથી ડાયનાસોરનું ઇંડું શનિવારે મળી આવ્યું હતું. એક ખોદકામ દરમિયાન મળેલું ઇંડું તૂટી ગયું છે.

ખોદકામ દરમિયાન મળેલું ઇંડુ સ્થાનિક વનવિભાગને સોંપવામાં આવ્યું છે. હવે આ તૂટેલું ઇંડુ આગળના સંશોધન માટે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણને મોકલવામાં આવશે. ઇડું ડાયનાસોરનું છે કે નહીં તેની તપાસ માટે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બાલાસિનોરમાં પહેલાં પણ ડાયનાસોરના ઇંડા મળેલાં છે તેનાથી જીવાશ્મ પાર્ક બનાવવામાં આવ્યો છે. ત્યારથી ત્યાં ઘણાં સંશોધન પણ કરવામાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]