પુરાવા સહિતનો વિરોધઃ હાર્દિકની બેંગલૂરુ મોજનો વિડીયો, ભૂલી ગયો અનામત મુદ્દો…

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા મેદાને પડેલાં હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ સંકેલાઇ ગયાં બાદ આજે ફરીએકવાર હાર્દિક પટેલ સુરખીઓમાં આવ્યાં છે. જોકે સામે આવેલી આ સુરખી તેમને મુશ્કેલીમાં મૂકનારી છે. એકસમયના તેના ગાઢ મિત્ર અને હાર્દિકના વિવાદોને લઇને કિનારે થનારા સાથીદાર દિનેશ બાંભણીયાએ હાર્દિક વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરીને કેટલાક ગંભીરકક્ષાના આક્ષેપ મૂક્યાં છે.

બાંભણીયાએ જણાવ્યું કે પાટીદાર અનામત આંદોલન હવે સાવ ફંટાઈ ગયું છે અને હાર્દિક પટેલ ફક્તને ફક્ત રાજકીય લાભ ઉઠાવી રહ્યો છે. તેણે જેલમાં બંધ અલ્પેશ કથીરીયાને છોડાવવાના કોઇ જ પ્રયાસ પણ કર્યાં નથી . એટલું જ નહીં હાર્દિકે આમરણાંત ઉપવાસનું નાટક કર્યાં પછી બેંગલૂરુ જઇને લાખો રુપિયાના ખર્ચે જલસા કર્યાં છે. બેંગલૂરુ રીસોર્ટનું બૂકિંગ હાર્દિકે ઉપવાસ ચાલુ હતાં તે દરમિયાન જ કરી દીધું હતું. જ્યાં ખૂબ મોજ ઉડાવી હતી.

દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે 22 સપ્ટેમ્બરે બેંગલૂરુમાં જેડીયુના પ્રશાંત કિશોર સાથે હોટેલ ઇરોસ નહેરુ પેલેસમાં મીટિંગ કરી હતી જેમાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષને ફાયદો થાય તે માટેનું સેટિંગ કર્યું હતું.  પ્રશાંત કિશોર જેડીયુના સલાહકાર છે. હાર્દિકે અનામત અંગે વાત કરવી નહીં તેવી વાત પણ થઇ ગઇ હતી.

બાંભણીયાએ આ આક્ષેપો કરવા સાથે કેટલાક દસ્તાવેજો અને એક વિડીયો પણ જાહેર કર્યો હતો. જેમાં તે મન મૂકીને નાચી રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]