રાજકોટ – 97 વર્ષની વયે પણ નૃત્ય કરતા અને નૃત્ય શીખવતા, સ્વસ્થ અને નૃત્યસાધનામાં મસ્ત એવા ધરમશી શાહનું આજે ભાવનગરમાં નિધન થયું છે.
મોરારીબાપુની ભાષામાં – ધરમશી બાપાએ રવીન્દ્રનાથ ટાગોરની હાજરીમાં શાંતિ નિકેતનમાં નૃત્ય કર્યું હતું. આ મહાન વિભૂતિને મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું અને ‘ચિત્રલેખા’ના 16મી ઓક્ટોબર, 2017ના અંકમાં એમના વિસ્તૃત ઈન્ટરવ્યૂ સાથેનો લેખ પ્રગટ થયો હતો.
ધરમશીભાઈ સાથેની એ બે કલાકની મુલાકાત દરમિયાન એમના પત્ની અને સુરીલાં ગાયિકા ઝવેરબેન પણ ત્યાં સાથે જ હતા. ડો. તેજસ દોશીએ એ મુલાકાત વ્યવસ્થા કરાવી આપી હતી. ત્યારે પણ ધરમશીભાઇની ઉંમર તો હતી જ, પણ ઘણા સ્વસ્થ હતા.
આજે એ મહાન આત્મા જીવનના રંગમંચ પરથી વિદાય લઈ ચૂક્યા છે. ત્યારે એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
(અહેવાલઃ જ્વલંત છાયા)